‘અબ તુમ યે બતાવ કે તુમને વો ગવરી કો કેસે ઢૂંઢા?’ પિંટુએ ઉત્સુકતાથી પૂછ્યું

‘અબ તુમ યે બતાવ કે તુમને વો ગવરી કો કેસે ઢૂંઢા?’ પિંટુએ ઉત્સુકતાથી પૂછ્યું

03/20/2021 Magazine

શિલ્પા દેસાઈ
અક્કરમીનો પડિયો કાણો
શિલ્પા દેસાઈ
કોલમિસ્ટ, હાસ્યલેખિકા

‘અબ તુમ યે બતાવ કે તુમને વો ગવરી કો કેસે ઢૂંઢા?’ પિંટુએ ઉત્સુકતાથી પૂછ્યું

હારી હમોને કેમ ગડ ન બેઠી કે ગવરી ગાય વિશે ચિંટુલાલને કેવી રીતે ખબર પડી?  એક્ચ્યુઅલી સ્પિકીંગ, આ ગામમાં રહીને હમોની મતિ સ્લો થવા માંડી છે. મૂળ કારણ છે ખોરાક. ખાવાનું બહુ બેક્કાર મળે છે અહીં. અમારા દાદા તો એમ કહેતાં કે ગામમાં તો એમણે ચોક્ખા ઘીમાં બનાવેલા લાડવા ને હાઈક્લાસ સિંગતેલમાં તળેલી સુંવાળી પુરી રીતસર ઝાપટી જ છે. એટલે જ્યારે હમો એન્ટિલિયાથી હાથીગઢ ગામમાં શિફ્ટ  થવાનો વિચાર કર્યો ત્યારે દાદાની વાતો યાદ કરીને સુંવાળી પુરી, લાડુ ને બીજા મિષ્ટાન્ન પકવાનનાં એટલાં સપનાં જોયેલાં ને વાત જ જવા દો. એકે ય રાત સપનાં વિનાની નહોતી બોલો. એનીવેય્ઝ, ચિંટુલાલ આણિ મંડળીની વાત સાંભળીએ તો જ ખબર પડશે. બાપજીએ કંઈ જંતરમંતર શીખવાડ્યા હોય તો નવાઇ નહીં. પાછા પેલી જાદૂઈ ઓરડી ભેગા થઇ ગયાં છે. મારે ય સુખડી ખાવી છે. માળા શું ચક્કર ચલાવે છે ભગવાનજાણે. ખબર નહીં ક્યારે આવશે બહાર..એ હા..સંભારતાવેંત જ પાર્ટી બહાર આવી. પાર્ટી પરથી યાદ આવ્યું.. યે હમારા હાથીગઢ હે.. યે હમ હે ઔર યહાં પાવરી હો રી હૈ.. ફૂરરર..

 

પિંટુ: તે હેં ચિંટુભાઈ, મેં હુ પૂછતો છે કે તમે કેવી રીતે જાન્યુ કે ગવરી ગાય કાં છે ? જોતિસ જોતા છે કે ? મારી કૂંડળી હો જોઈ આપજો એકુ દહાડે..

બાપજી: હરિ ૐ..બાત તો પતે કી પૂછી હે પિંટુને..તુમ કો કેસે પતા ચલા ગૈયા કે બારે મેં?

ચિંટુ: દિયોર પિંટુ, જા દોડતો જઈને ચંપા ટી શ્ટોલેથીન હરખી ખોંડવારી તૈણ ચ્હા લેતો આય. પૈશા મારા ખાતામોં લખાઈ દેજે. ને એં..એને પૂશજે કે કોય શ્કીમ છ ચ્હામોં રોજ તારે ત્યોંથી ચ્હા મંગાઈએ છીએ તો કોય દારો એમ નહીં થતું કે હેંડો મોપતની ચ્હા પીવડાઇએ ને પુન કમઈએ..

પિંટુ: તે જ ને ભગવાન. કંજુસ કેથેનો.

બાપજી:  બચ્ચો યે સબ તુમ ક્યા બોલ રહે હો જ્યાદા સમજ મેં નહીં આતા પર થોડાબોત સમજ લેતા હું..

ચિંટુ: કોંય કોમ નહે તમારે બધુ હમજીને.. જગત આખા સે જ્યાદા તુમ શમજતે હો..

 

ઓ મારા ભગવાન આ લોકોએ પાછું ચાલુ કર્યું ભળતું સળતું બોલવાનું. માંડમાંડ સમજાય છે. તમને સમજાય તો હમોને સમજાવજો. જોઈએ શું થાય છે તે. એક મિલિટ.. આ પિંટુ ચ્હા લેવા ગયો છે તો ત્યાં ય એ અહીં બોલતો હતો એવું જ હુ છે જાન્યું છે ને એવું જ બોલતો હશે ? તો પેલા ચ્હાવાળાને સમજ પડતી હશે? કે હારાઓ નૌટંકી કરે છે? જે હોય તે, આ તો ચ્હા લઈને આવી ય ગયો. તૈયાર ચ્હા બઝાડી લાગે છે ચંપા ટી સ્ટોલવાળાએ..

 

પિંટુ: યે લેવ મારાજ.. ગરમાગરમ ચ્હા લગાવો.

બાપજી: વાહ વાહ મેરે સેર.. તુમ તો એકદમ ફૂરતીલે હો ગયે હો. અભી અભી ગયે થે ઔર પલક ઝપકતે તો આ બી ગયે. 

પિંટુ: ચિંટુસર, અબ તુમ યે બતાવ કે તુમને વો ગવરી કો કેસે ઢૂંઢા?

ચિંટુ: અરે કુછ નઈ, યાદ હે વો હમ સામ કો આ રેલે થે ને ઓર મુજે અપના પુરાના ભઇબંધ મિલ ગયા થા તો હેંડતે હેંડતે મેં પીછુ રે ગયા થા. તુમ તો પીછે કુતરે પડે હો એશે દોટ મેલી થી .

પિંટુ: અવે વાતમાં મોણ નાંઈખા વિના કહેવની હીધેહીધુ.

ચિંટુ: ભઈશાબ તુમકો બોત ઉતાવળ હે શબ જોનને કી. શોંતિ રખ્ખો. તો હુવા યું કે મેં ચંપા ટી શ્ટોલ કે પાશ પહોંચનેવાલા થા તબ મેંને ગલેમેં નયેનક્કોર રંગીન ફૂમતેવારી ગાય કો ડાફેરિયા મારતે દેખા ઓર ઉશકે હાવભાવ શે મેં શમજ ગયા કે યે ગાય ભૂલી પડી હે. તો મેં ને તો ફટ્ શે ઉસકો ઝાલ લિયા ઓર ચંપા ટી શ્ટોલ કે પાશ વો ખંબા હે ને વહાં બાંધ દિયા. શ્ટોલ મેં ભગવાન કે ગોખલે સે કંકુ લિયા ,પોણી છોંટકે ભેના કિયા ઓર કપારે મસ્ત મઝાની ટીલી કરી મેલી. ને નાથુકાકા કો બોલા કે યે મેરી ટીલડી કો ઈધર બોંધતા હું. બાદ મેં લે જાઊંગા. ને પછે યહાં આઈ જ્યો. પછે કી શ્ટોરી તો શબ જોનતે હે.

બાપજી: ચિંટુ..મેરે બચ્ચે, તુમ તો એકદમ હુસિયાર હો ગયે હો ઇતને દિનોં મેં. બોત આગે જાઓગે એસા દેખ રહા હું મેં.

પિંટુ: હા બાપજી, મેં હો હે ના ચિંટુભાઈ કે સાથ? મેરે બિના તો ચિંટુભાઈ કેથે જાતે ની હે.. હેં ને વડીલ?

ચિંટુ: હા હોં.. યે પિંટુ તો મેરા શાયા હે શાયા. એશા શાયા કે અંધેરે મેં બી શાથ શાથ રેતા હે.

બાપજી: તુમારી દોસ્તી દેખ કે મેરે કો એક ફિલ્મ યાદ આ ગયી. એસી હી દોસ્તી થી દોનોં મેં.. ફિલમ કા નામ યાદ નહીં હે અબ તો..પૂર્વાશ્રમ મેં દેખી થી.

પિંટુ: લગે રહો મુન્નાભાઈ ઓહે. એમાં હો બે દોસ્તાર છે.

ચિંટુ: ટણપા, બાપજી પૂર્વાસ્રમ કહે છ હમજણ નહે પડતી? પૂર્વાસ્રમ એટલે એ બાવાજી થયા એ પહેલાં જોયેલી ઇમ કહે છ. તારી મુન્નાભઈ તો હવડે જ આયેલી.

પિંટુ: તે જો ઓય તે.. આપડે હું જે? એ ચિંટુભઈ, ચાલોની આપડે હો પિચ્ચર જોવા જીએ એકુ..

બાપજી: કોઈ ભગવાન યા માતાઝી કી ફિલમ હો તો મેં ભી આઉંગા સાથ મેં..

ચિંટુ: પિંટુમારાજ..અબી યે કોરોનુ કે ટેમ મેં તુમ કો ફિલીમ દેખને કા ધખારા હે? યે શરકાર, ટીવીવાલે છાપાવાલે શબ લોગ ટોળા ભેગા નઈ કરને કી રાડારાડી કરતે હે વો શમજ મેં નઈ આતા? ઓર ક્યા બાપજી તુમ ભી ચાલુ ગાડી મેં કૂદકા મારકે બેઠ જાતે હો. ઈસકો તો ભગવાનને કમ અક્કલ દી હે પર આપ તો બુધ્ધિવાલે હો કર એસી બાત કરતે હો? વાવડી ચસક ગઇ હે?

 

અલા આ લોકોને કોઈ સમજાવો. આ જે કંઈ પણ લવારા કરે છે એ સમજવામાં કેટલી તકલીફ પડે છે. ગામવાળાને કેવી રીતે સમજાઈ જાય છે આવું બધું ? આ મોબાઈલના જમાનામાં લોકોની અક્કલ થોડી વધી હોય એમ લાગે છે. છગનો આવે તો આ ત્રણેય જરાક કાબૂમાં રહે એમ લાગે છે. પણ આજે કેમ કોઈ ગામવાળા દેખાતા નથી ? એકેય જણ નથી. ગામમાં આંટો મારવો પડશે. પાંખ છૂટી થાય એવી ય લાલચ છે ને પણ આ ત્રણના કારનામાઓ વધારે ઇન્ટરેસ્ટિંગ હોય છે તે જતા કરવા પડે.  બાવો કહેતો હતો તે ફિલમનું નામ શોલે.. હમો ગમ્મે એટલી બૂમરાણ મચાવીએ પણ તમને માણસોને કોઈ દિવસ બીજાંનું કહેલું સાંભળવાની કે સમજવાની ક્યાં પડી હોય છે? વોટેવર, એમાં જય ને વીરુ સિક્કો ઊછાળતા હોય છે ને તેવું કરી જોઇએ. સિક્કો નથી પણ સળી ઉછાળી જોઇએ. પવનથી એ ડાબી બાજુ જાય તો ગામમાં જવું ને જમણી બાજુ જાય તો ન જવું.. ચાલો.. સળી તો છે જ માળામાં એક્સ્ટ્રા ..


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top