Maharashtra New Cabinet: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના મંત્રીઓએ શપથ લીધા બાદ હવે તમામની નજર વિભાગોની વહેંચણી પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસ સરકાર આગામી 24 કલાકમાં વિભાગોનું વિભાજન કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે વિભાગોની વહેંચણીનો ફોર્મ્યૂલા પણ નક્કી થઈ ગયો છે.
વિભાગોના વિભાજનના સંભવિત ફોર્મ્યૂલા વિશે વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ગૃહ મંત્રાલય, કાયદો અને ન્યાય, ઉર્જા, સિંચાઈ, ગ્રામીણ વિકાસ, મહેસૂલ, કૌશલ્ય વિકાસ, સામાન્ય વહીવટ, પર્યાવરણ, આદિજાતિ વિકાસ જેવા મંત્રાલયો પોતાની પાસે રાખશે.
તો શિંદેની શિવસેનાને શહેરી વિકાસ, ગૃહ વિકાસ, સામાજિક ન્યાય, પ્રવાસન, ખનન, પાણી પુરવઠા, ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ, PWD જેવા મંત્રાલયો મળી શકે છે. જ્યારે અજીત પવારની NCPને નાણા અને આયોજન, ખાદ્ય અને પુરવઠા, FDA, આબકારી, કૃષિ, મહિલા અને બાળ વિકાસ, રમતગમત અને યુવા કલ્યાણ, લઘુમતિ, રાહત અને પુનર્વાસન મંત્રાલયો મળી શકે છે.
તમને જણાવી દઈએ કે, ફડણવીસે રવિવારે નાગપુરમાં પોતાના કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું અને પોતાની ટીમમાં 39 નવા સભ્યોનો સમાવેશ કર્યો હતો. જેમાં ભાજપના 19 ધારાસભ્યો, શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના 11 અને અજીત પવારની આગેવાનીવાળી NCPના 9 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ કેબિનેટમાં કુલ 16 નવા ચહેરા છે જ્યારે 10 ચહેરાઓને હટાવવામાં આવ્યા છે.
કેબિનેટ મંત્રી
ચંદ્રશેખર બાવનકુલે (ભાજપ), રાધાકૃષ્ણ વિખે પાટીલ (ભાજપ), હસન મુશ્રીફ (NCP), ચંદ્રકાંત પાટીલ (ભાજપ), ગિરીશ મહાજન (ભાજપ), ગુલાબરાવ પાટીલ (શિવસેના), ગણેશ નાઈક (ભાજપ), દાદા ભુસે (શિવસેના), સંજય રાઠોડ (શિવસેના), ધનંજય મુંડે (NCP), મંગલ પ્રભાત લોઢા (ભાજપ), ઉદય સામંત (શિવસેના), જયકુમાર રાવલ (ભાજપ), પંકજા મુંડે (ભાજપ), અતુલ સાવે (ભાજપ), અશોક ઉઇકે (ભાજપ), શંભૂરાજ દેસાઈ (શિવસેના), આશિષ શેલાર (ભાજપ), દત્તાત્રય ભરણે (NCP), અદિતિ તટકરે (NCP), શિવેન્દ્રસિંહ રાજે ભોસલે (ભાજપ), માણિકરાવ કોકાટે (ભાજપ), જયકુમાર ગોરે (ભાજપ), નરહરી ઝિરવાલ (NCP), સંજય સાવકરે (ભાજપ), સંજય શિરસાટ (શિવસેના), પ્રતાપ સરનાઈક (શિવસેના), ભરત ગોગાવલે (શિવસેના), મકરંદ જાધવ પાટીલ (NCP), નિતેશ રાણે (ભાજપ), આકાશ ફુંડકર (ભાજપ), બાબાસાહેબ પાટીલ (NCP), પ્રકાશ અબિતકર શિવસેના).
રાજ્યમંત્રી
માધુરી મિસાલ (ભાજપ), આશિષ જાયસ્વાલ (શિવસેના), પંકજ ભોયર (ભાજપ), મેઘના બોર્ડિકર (ભાજપ), ઈન્દ્રનીલ નાઈક (NCP) યોગેશ કદમ (શિવસેના)