હાશ! સિમકાર્ડ લેવા માટે ફોર્મની ભરવાની ઝંઝટથી મળશે છુટકારો : ડીજીટલ ફોર્મેટમાં KYC પ્રક્રિયા થશ

હાશ! સિમકાર્ડ લેવા માટે ફોર્મ ભરવાની ઝંઝટથી મળશે છુટકારો : ડીજીટલ ફોર્મેટમાં KYC પ્રક્રિયા થશે!

09/16/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

હાશ! સિમકાર્ડ લેવા માટે ફોર્મની ભરવાની ઝંઝટથી મળશે છુટકારો : ડીજીટલ ફોર્મેટમાં KYC પ્રક્રિયા થશ

લોકડાઉનના સમયગાળા દરમિયાન નવું મોબાઇલ સીમ લેવા માટે કોઈ વિકલ્પ હતો નહિ. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુઝે પત્રમાં જણાવ્યું હતું કે, ડિજિટલ ફોર્મેટમાં KYC પ્રક્રિયાની તાત્કાલિક જરૂરિયાત છે, જે ગ્રાહક દ્વારા જાતેજ ઓનલાઈન ડિજિટલ ફ્રોમ ભરી શકશે. ટેલિકોમ કંપનીઓએ સરકારને પત્ર લખ્યો છે, કે સ્ટોર્સમાં ભૌતિક મુલાકાતની જરૂરિયાતને દૂર કરવા માટે સિમ કાર્ડ જારી કરવા માટે ડિજિટલ સેલ્ફ-કેવાયસી પ્રક્રિયાને મંજૂરી આપે. ૨ એપ્રિલના રોજ પત્રમાં શ્રી મેથ્યુસે જણાવ્યું હતું કે, અમુક સામાજિક અંતર પણ આ પ્રક્રિયાને મહત્વની બનાવે છે. પ્રક્રિયાની ઉપલબ્ધિ ન હોવાથી મોટા ભાગના લોકોને  ટેલિકોમ સેવાનો લાભ મળતો નથી. મોબાઈલ ટાવરને લઈને છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં, હવે ટાવરનું સ્થાપન સ્વ-ઘોષણાના આધારે કરવામાં આવશે.

સિમકાર્ડ ખરીદીની નવી પ્રક્રિયા થશે ડીજીટલી :

સરકાર દ્વારા પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે, હવે સિમકાર્ડ(simcard) ખરીદવા માટે ફોર્મેટમાં ગ્રાહક ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત પ્રીપેડથી પોસ્ટપેડ અથવા પોસ્ટપેડથી પ્રીપેડ પર સ્વિચ કરવા પર કેવાયસી ફરીથી કરવામાં આવશે નહી. અત્યાર સુધી એવું હતું કે, તમારે સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડ અથવા અન્ય કોઇ દસ્તાવેજની ફોટોકોપી આપવી પડતી હતી. પરંતુ હવે ટૂંક સમયમાં જ તમે તેમાંથી છુટકારો મળવાનો છે. સરકાર દ્વારા ડિજિટલ કેવાયસીની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ સિમ કાર્ડ માટે દસ્તાવેજ ચકાસણી ફક્ત ડિજિટલી કરવામાં આવશે. સરકાર મારફતે એવી માહિતી મળી છે કે, ટેલ્કો પાસે લગભગ ૪૦૦ કરોડના કાગળોનો ઢગલો છે. જે કોઈ ક્યારેય ચેક કરતુ નથી. આથી હવે નવા મોબાઈલ જોડાણો માટે ડિજિટલ કેવાયસી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેવી રીતે ભરી શકાશે ઓનલાઈન ફોર્મ :

ટેલકોસ દ્વારા બહાર પાડવામાં આવેલ ફોર્મેટ પ્રમાણે ગ્રાહકે ઓપરેટરોની વેબસાઇટ અથવા લોગ ઇન કર્યા બાદ નામ, જનમ તારીખ, અને સરનામાં જેવી તમામ વિગતો ભરવાની રહેશે. ઉપરાંત ઓળખ અને સરનામાનો પુરાવો આપવાની જરૂર પડશે જેને ૫ સેકંડના ટૂંક વિડીયો મારફતે રેકોર્ડ કરવામાં આવશે અથવા AI ટૂલનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ફોટો લેવામાં આવશે. આ પ્રક્રિયા શારીરિક સંપર્કની જરૂરિયાતને દૂર કરશે સાથે સાથે એ પણ નક્કી કરશે કે, સરનામાંના પુરાવામાં દર્શાવેલ સરનામાં પર જ સેવાના સાચા વપરાશકર્તાને સિમ પહોંચાડવામાં આવે છે.

વોડાફોન આઈડિયાને(vi) મોટી રાહત :

વોડાફોન આઈડિયાને(vi) મોટી રાહત :

ડિજિટલ કેવાયસીની મોટી જાહેરાત ઉપરાંત સરકારે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ ચાર્જ અને AGR લેણાં ચૂકવવા માટે ૪વર્ષની મુદત આપવામાં આવી છે. આ સિવાય નોન-ટેલિકોમ રેવન્યુ હવે એજીઆરની ગણતરીમાં સામેલ થશે નહીં. AGR ના વ્યાજદરમાં પણ રાહત આપવામાં આવી છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top