અંબાજી મંદિરેથી પરત ફરી રહેલા ભક્તોથી ભરેલી બસ પલટી, 3ના મોત, 25થી વધુ ઘાયલ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો નવરાત્રિ નિમિત્તે અહીંના પ્રસિદ્ધ અંબાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.ગુજરાતના બનાસકાંઠામાં એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં દાંતા નજીક અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી ગઈ, જેમાં 3 લોકોના મોત થયા. આ અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો નવરાત્રિ નિમિત્તે અહીંના પ્રસિદ્ધ અંબાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી ખાઈ ગઈ હતી. બસ ખાઈમાં પડવાથી બચી ગઈ અન્યથા વધુ ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને દાંતાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર ઈજા પામેલા શ્રદ્ધાળુઓને સિવિલમાંથી પાલનપુર હોસ્પિટલમાં રીફર કરાયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક અક્ષય રાજે અગાઉ જણાવ્યું હતું કે ચાર મુસાફરો માર્યા ગયા હતા, પરંતુ પાછળથી સુધારેલા આંકડા અનુસાર, મૃત્યુઆંક ત્રણ હતો. "હાલમાં મૃત મુસાફરોની સંખ્યા ત્રણ હોવાનું કહેવાય છે".
એસપીએ જણાવ્યું હતું કે નવ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 25 અન્યને સામાન્ય ઈજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બસ ખેડા જિલ્લાના કાથલાલ જઈ રહી હતી જેમાં 50 જેટલા યાત્રિકો હતા અને મુસાફરો અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરીને પરત ફરી રહ્યા હતા. દાંતા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, અંબાજીથી પરત ફરતી વખતે દાંતા તાલુકાના ત્રિશુલિયા ઘાટ પર બસ ડુંગરાળ રસ્તા પર હતી ત્યારે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp