અમિત શાહે જણાવ્યું કોંગ્રેસની હારનું કારણ, બોલ્યા- ‘એક દિવસે કોંગ્રેસના કાર્યકરો...’

અમિત શાહે જણાવ્યું કોંગ્રેસની હારનું કારણ, બોલ્યા- ‘એક દિવસે કોંગ્રેસના કાર્યકરો...’

12/11/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

અમિત શાહે જણાવ્યું કોંગ્રેસની હારનું કારણ, બોલ્યા- ‘એક દિવસે કોંગ્રેસના કાર્યકરો...’

ચૂંટણી સુધારાઓ પર ચર્ચા દરમિયાન, કેન્દ્રીય મંત્રી અમિત શાહે ચૂંટણી સુધારાઓ, SIR, ઘુસણખોરો અને વિપક્ષ વિશેના પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે, SIR મતદાર યાદીઓને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. વિદેશી નાગરિકો મતદાર યાદીમાં ન હોવા જોઈએ. અમે એક પણ ઘુસણખોરને તેમાં રહેવા નહીં દઈએ. કેટલીક પાર્ટીઓ એવી છે જેમને ભારતીય નાગરિકો મત આપતા નથી, ફક્ત વિદેશી નાગરિકો જ આપે, પરંતુ હવે જ્યારે તે બધા વિદેશી નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે, ત્યારે તેઓ પણ મત આપી નહીં શકે. તેના માટે હું તે પાર્ટીઓ માટે સહાનુભૂતિ અનુભવું છું. સરકાર ઘુસણખોરોને બહાર કાઢવા માટે 3D પોલિસી પર કામ કરી છે.


ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ- 3Dની પોલિસી

ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ- 3Dની પોલિસી

લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન, અમિત શાહે સ્પષ્ટ કર્યું કે એક પણ ઘુસણખોરને રહેવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે અમે ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ રણનીતિ પર કામ કરી રહ્યા છીએ. પહેલા ઘુસણખોરોને ઓળખવામાં આવશે. પછી તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. ત્યારબાદ આવા ગેરકાયદેસર ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે.’

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ, ચૂંટણી પંચને મતદાર યાદીઓ તૈયાર કરવાનો સંપૂર્ણ અધિકાર આપે છે. વિદેશી નાગરિકોને ભારતમાં મતદાન કરવાનો અધિકાર નહીં આપી શકાય. બંધારણની કલમ 326 મતદાર બનવા માટેની પાત્રતા, યોગ્યતા અને મતદાર હોવાની શરતો નક્કી કરે છે. પહેલી શરત એ છે કે મતદાર ભારતીય નાગરિક હોવો જોઈએ. જો કે, વિપક્ષ પૂછી રહ્યો છે કે ચૂંટણી પંચ SIR કેમ કરી રહ્યું છે. તે તેની જવાબદારી છે, એટલે કરી રહ્યું છે.


શાહે કોંગ્રેસની હારનું કારણ જણાવ્યું

શાહે કોંગ્રેસની હારનું કારણ જણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પંચ પર SIR વિશે ભ્રમ ફેલાવવાનો અને ભારતીય લોકશાહીની છબીને કલંકિત કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કારણ EVM કે મતદાર યાદીઓ નહીં, પરંતુ તેમનું નેતૃત્વ હતું. એક દિવસ, કોંગ્રેસના કાર્યકરો પોતે આ હારનો હિસાબ માંગશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top