ઇન્ટરપોલની જેમ આવી ગયું પોતાનું 'ભારતપોલ', અમિત શાહે શરૂઆત કરી, જાણો તે શું છે, કેવી રીતે કામ ક

ઇન્ટરપોલની જેમ આવી ગયું પોતાનું 'ભારતપોલ', અમિત શાહે શરૂઆત કરી, જાણો તે શું છે, કેવી રીતે કામ કરશે?

01/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઇન્ટરપોલની જેમ આવી ગયું પોતાનું 'ભારતપોલ', અમિત શાહે શરૂઆત કરી, જાણો તે શું છે, કેવી રીતે કામ ક

Bharatpol: ઇન્ટરપોલની જેમ ભારતને પણ પોતાનું પ્લેટફોર્મ મળ્યું. હવે વિદેશમાં છુપાયેલા ભારતના દુશ્મનોની ખેર નથી. વિદેશમાં છુપાયેલા મોસ્ટ વૉન્ટેડ ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે ‘ભારતપોલ’ આવી ગયું છે. આજે એટલે કે મંગળવારે ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ CBI દ્વારા વિકસાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 'ભારતપોલ'નું ઉદ્ઘાટન કર્યું.

આ દરમિયાન અમિત શાહે કહ્યું કે આ ભારતપોલ પોર્ટલથી વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પકડવામાં મદદ મળશે. સુરક્ષિત ભારત બનાવવાનું સપનું સાકાર થશે. દેશમાંથી ભાગનારા ગુનેગારો પર નજર રહેશે. ઇન્ટરપોલની જેમ પર CBIએ ભારતપોલ નામનું એક કોમન પોર્ટલ તૈયાર કર્યું છે. તો ચાલો જાણીએ કે તે શું છે અને તે કેવી રીતે કામ કરશે.

'ભારતપોલ'થી રાજ્યોના પોલીસ દળો અને અન્ય કેન્દ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓને ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય પોલીસની મદદ કરવા માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરવાની મંજૂરી મળશે. આ પોર્ટલમાં તમામ તપાસ એજન્સીઓ અને તમામ રાજ્યોના પોલીસ વડાઓને સામેલ કરવામાં આવશે. આ પોર્ટલથી કોઇપણ પ્રકારની આતંકવાદી ઘટના, ગંભીર ગુના, નાર્કો, સાયબર ક્રાઇમમાં વૉન્ટેડ ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બનશે.

જો સૂત્રોનું માનીએ તો, નવું અત્યાધુનિક ઓનલાઇન પ્લેટફોર્મ 'ભારતપોલ' પોલીસ દળો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કેન્દ્રીય એજન્સીઓને વિદેશમાં છુપાયેલા ભાગેડુ વ્યક્તિઓ અથવા અન્ય કેસ વિશે ઇન્ટરપોલ પાસેથી માહિતી માગવા માટે પોતાની અરજીઓ મોકલવાની મંજૂરી આપશે. સાયબર ગુનાઓ, નાણાકીય ગુનાઓ, ઓનલાઇન માધ્યમથી કટ્ટરપંથને પ્રોત્સાહન, સંગઠિત ગુના, માદક દ્રવ્યોની હેરાફેરી, માનવ તસ્કરી વગેરે સહિત આંતરરાષ્ટ્રીય ગુનાઓની વધતી જતી સંખ્યાને કારણે, ગુનાહિત તપાસમાં તાત્કાલિક અને વાસ્તવિક સમયની આંતરરાષ્ટ્રીય સહાય વિકસાવવાની જરૂરિયાત અનુભવાઇ હતી.


પોલીસની કામગીરીને અનુકૂળ બનાવશે

પોલીસની કામગીરીને અનુકૂળ બનાવશે

આનાથી ભરતપોલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળોની કામગીરીમાં સરળતા રહેશે. CBI એ ભારતનું રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો છે, જે ઇન્ટરપોલ સંબંધિત બાબતો માટે જવાબદાર છે. ઇન્ટરપોલ દ્વારા, CBI ભારતમાં ગુનાઓ અથવા ગુનેગારોની તપાસમાં મદદ માટે અન્ય ઇન્ટરપોલ સભ્ય દેશોની સમાન એજન્સીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી શકે છે. સાથે જ અન્ય દેશોની મદદ કરવા માટે ગુનાહિત ડેટા અને ગુપ્ત માહિતી પણ શેર કરી શકે છે.


આ ભરતપોલ કેવી રીતે મદદરૂપ થશે?

આ ભરતપોલ કેવી રીતે મદદરૂપ થશે?

મોટાભાગે વોન્ટેડ ગુનેગારો આતંકવાદી પ્રવૃત્તિ, સાયબર ક્રાઇમ, બેંક છેતરપિંડી જેવા કોઇપણ પ્રકારના ગુના કરી દેશ છોડીને ભાગી જાય છે અને વિદેશમાં બેસીને ભારતમાં ગુનાઓ કરાવે છે. એવામાં અત્યાર સુધી, જો કોઇ એજન્સીએ વૉન્ટેડ ગુનેગારને પાછા લાવવા હોય, તો તે એજન્સી તેના પ્રત્યાર્પણ માટે મેલ અથવા પત્ર દ્વારા CBIનો સંપર્ક કરે છે. આવી સ્થિતિમાં સમાચાર લીક થવાનું જોખમ રહે છે. ભારતપોલ આ જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.


ઉદ્ઘાટન ક્યારે થયું

ઉદ્ઘાટન ક્યારે થયું

ભારતપોલ દ્વારા રાજ્યોની તમામ એજન્સીઓ અને પોલીસ સીધી રીતે એકબીજા સાથે જોડાશે અને સારો સંકલન શક્ય બનશે. ભારતપોલ પોર્ટલનું ઉદ્ઘાટન આજે સવારે 10.30 કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. CBI ડિરેક્ટર સહિત તમામ રાજ્યોના પોલીસ વડાઓ અહીં હાજર રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top