એર ઈન્ડિયાના વિમાન બાદ એરફોર્સના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, જોવા લોકોની ભીડ ઉમટી; જુઓ વીડિ

એર ઈન્ડિયાના વિમાન બાદ એરફોર્સના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, જોવા લોકોની ભીડ ઉમટી; જુઓ વીડિયો

06/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

એર ઈન્ડિયાના વિમાન બાદ એરફોર્સના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, જોવા લોકોની ભીડ ઉમટી; જુઓ વીડિ

પંજાબના પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હલેડ ગામમાં વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. હાલમાં, કોઈ ભય કે નુકસાનની વાત સામે આવી નથી. સાથે જ, કોઈ અધિકારી તરફથી ઇમરજન્સી લેન્ડિંગ બાબતે કોઈ વાત બતાવવામાં આવી નથી.


હેલિકોપ્ટર પઠાણકોટ એરફોર્સ સ્ટેશનથી ઉડાણ ભરી હતી

હેલિકોપ્ટર પઠાણકોટ એરફોર્સ સ્ટેશનથી ઉડાણ ભરી હતી

ભારતીય વાયુસેનાના અપાચે એટેક હેલિકોપ્ટરે પંજાબના પઠાણકોટ જિલ્લાના નાંગલપુર પોલીસ સ્ટેશન હેઠળના હાલેડ ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. પઠાણકોટ એરફોર્સ સ્ટેશનથી ઉડાણ ભરનાર આ હેલિકોપ્ટરને ટેક્નિક ખામીઓનો સામનો કરવો પડ્યો હોવાના અહેવાલ બાદ ખુલ્લા મેદાનમાં સાવચેતીપૂર્વક લેન્ડિંગ કરવી પડી.

હેલિકોપ્ટરને ઊતરતો જોઈને, ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો. અત્યાર સુધી વાયુસેના કે જિલ્લા પ્રશાસન તરફથી ઇમરજન્સી લેન્ડિંગના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.


સાર્વજનિક સુરક્ષા કે માળખાગત સુવિધાઓ માટે કોઈ જોખમ નહીં

સાર્વજનિક સુરક્ષા કે માળખાગત સુવિધાઓ માટે કોઈ જોખમ નહીં

ઘટનાસ્થળ પર હાજર વરિષ્ઠ અધિકારીઓએ ઓપરેશનલ અને સુરક્ષા પ્રોટોકોલનો સંદર્ભ આપતા ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અધિકારીઓએ ખાતરી આપી છે કે સાર્વજનિક સુરક્ષા કે માળખાગત સુવિધાઓ માટે કોઈ જોખમ નથી. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કેમ કરવામાં આવ્યું? હજુ સુધી કોઈ સંપૂર્ણ માહિતી સામે આવી નથી.

એક અઠવાડિયામાં અપાચે હેલિકોપ્ટરનું આ બીજું ઇમરજન્સી લેન્ડિંગ છે. આ અગાઉ અપાચે હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પણ લેંડિંગ કરવવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top