શંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર ખાઇ લીધું, હૉસ્પિટલમાં મોત

શંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર ખાઇ લીધું, હૉસ્પિટલમાં મોત

01/09/2025 National

SidhiKhabar

SidhiKhabar

શંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર ખાઇ લીધું, હૉસ્પિટલમાં મોત

Farmers Protest: શંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર પી લીધું. ઝેર પીધા બાદ તેનું મોત થઇ થયું. આ અગાઉ પણ એક ખેડૂતનું ઝેર પીને આવી જ રીતે મોત થયું હતું. શંભુ બોર્ડર પર ઝેર પીધા બાદ મૃત્યુ પામેલા ખેડૂતોની સંખ્યા 2 થઈ ગઈ છે. મૃતક ખેડૂતનું નામ રેશમ સિંહ છે. શંભુ મોરચામાં રેશમે સલ્ફાસની ગોળી પી લીધી હતી. ત્યારબાદ, તેને ગંભીર હાલતમાં રાજપુરાની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં જ તેનું મોત થઇ ગયું. રેશમ સિંહ જગતાર સિંહનો પુત્ર છે. તે તારતારન જિલ્લાના પાહૂ વિન્ડનો રહેવાસી હતો.

ખેડૂત નેતા તેજબીર સિંહે જણાવ્યું હતું કે રેશમ સિંહ શંભુ અને ખાનૌરી સરહદ પર 11 મહિનાથી ચાલી રહેલા આંદોલન છતા સરકાર દ્વારા આ મુદ્દાનો ઉકેલ ન લાવવામાં આવતા નારાજ હતો. આંદોલનકારી ખેડૂતોનું કહેવું છે કે આજે જગજીત સિંહ ડલ્લેવાલના આમરણાંત ઉપવાસનો 45મો દિવસ છે. જો ડલ્લેવાલજીને કંઈક થશે, તો સરકાર પરિસ્થિતિને નિયંત્રિત નહીં કરી શકે. મોદી સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર નથી. 328 દિવસથી, ખેડૂતો શંભુ અને ખનૌરી સરહદ પર ખુલ્લા આકાશ નીચે MSP ગેરંટી કાયદાની માગ સાથે બેઠા છે. અત્યાર સુધીમાં 35 ખેડૂતોના મોત થયા છે.


ખેડૂતોની માગણીઓ શું છે?

ખેડૂતોની માગણીઓ શું છે?

MSP પર ખરીદીની ગેરંટી આપતો કાયદો.

સ્વામીનાથન કમિશન મુજબ કિંમત.

જમીન સંપાદન કાયદો 2013 લાગૂ થવો જોઈએ.

આંદોલનમાં દાખલ થયેલા કેસો પાછા ખેંચવામાં આવે.

ખેડૂતોના દેવા માફ થાય અને પેન્શન આપવામાં આવે.

પાક વીમા યોજનાનું પ્રીમિયમ સરકાર આપે.

માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને નોકરી.

લખીમપુર ઘટનાના ગુનેગારોને સજા થવી જોઈએ.

મનરેગામાં 200 દિવસ કામ, 700 રૂપિયા. મજૂરી.

નકલી બિયારણ અને ખાતરો પર કડક કાયદા.

મસાલાની ખરીદી પર કમિશનની રચના.

ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર.

મુક્ત વેપાર જીલ મુલતવી રાખવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top