Surat: વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું, 20 ટાંકા આવ્યા, જુઓ વીડિયો

Surat: વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું, 20 ટાંકા આવ્યા, જુઓ વીડિયો

12/30/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું, 20 ટાંકા આવ્યા, જુઓ વીડિયો

ઉત્તરાયણના હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બચ્યા છે. પતંગ રસિયાઓ તો અત્યારથી જ પતંગ ચગાવવાનો અનંદ માણી રહ્યા છે, પરંતુ દર વર્ષે પતંગની દોરીથી લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. ઉત્તરાયન અગાઉ વધુ એક વખત પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, રાકેશભાઇ મનોજભાઇ પરમાર (રહે. કતારગામ) પોતાની દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા. એ  દરમિયાન સુરતના દિલ્હીગેટ સ્થિત ડાંગી શેરોમાંથી બાઇક લઇને પસાર થતા હતા ત્યારે તેમનું ગળું કપાઇ ગયું હતું. ત્યારબાદ આ રાકેશભાઇને સ્મીમેર હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, ત્યાંથી તેને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને 20 જેટલા ટાંકા આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top