Video: અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, બોલ્યા- 'આતિશીની થઈ શકે છે ધરપકડ, ભાજપ પાસે...'

Video: અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, બોલ્યા- 'આતિશીની થઈ શકે છે ધરપકડ, ભાજપ પાસે...'

12/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, બોલ્યા- 'આતિશીની થઈ શકે છે ધરપકડ, ભાજપ પાસે...'

Arvind Kejriwal's BIG claim: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે (25 ડિસેમ્બર) ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો. આ દરમિયાન તેમણે દિલ્હી સરકારની યોજનાઓને રોકવાનો આરોપ લગાવ્યો. સાથે જ એવો પણ દાવો કર્યો છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી આતિશીની નકલી કેસમાં ધરપકડ થઈ શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આતિશી પણ ઉપસ્થિત હતા.


આતિશી વિરુદ્ધ નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે- કેજરીવાલ

આતિશી વિરુદ્ધ નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે- કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'ભાજપ પાસે કોઈ નેરેટિવ નથી. તેમણે 10 વર્ષમાં કંઈ કર્યું નથી. તેઓ એ બતાવી શકતા નથી કે જો તેમને મત આપવામાં આવશે તો તેઓ શું કરશે? કેજરીવાલ આમ જ કરે છે, કેજરીવાલ તેમ જ કરે છે કરતા રહે છે. તેઓ ગાળો આપી રહ્યા છે. તેમની પાસે મુખ્યમંત્રીનો ચહેરો નથી, એજન્ડા નથી. ઉમેદવાર નથી. AAP સકારાત્મક ઝુંબેશ કરી રહી છે, અમે શાળા, હૉસ્પિટલ, વીજળી, પાણી, બસ મુસાફરી, યાત્રાધામ બાબતે બોલી કહી રહ્યા છીએ, એટલે અમે કહી રહ્યા છીએ કે અમને મત આપો.'

તેમણે કહ્યું કે, 'અમે 2 યોજનાઓની જાહેરાત કરી છે. મહિલા સન્માન યોજના અને સંજીવની યોજનાની જાહેરાત કરવામાં આવી છે કે ચૂંટણી જીતીને આવ્યા તો તેનો અમલ કરવામાં આવશે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં જ ED, CBI અને ITની એક બેઠક થઈ છે અને ટૂંક સમયમાં જ અમારા તમામ નેતાઓ પર દરોડા પાડવામાં આવશે. અમને એવી માહિતી પણ મળી રહી છે કે પરિવહન વિભાગમાં આતિશી વિરુદ્ધ નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમની ધરપકડ કરવામાં આવે. અમને ચૂંટણીમાં રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.'


આતિશીએ શું કહ્યું?

આતિશીએ શું કહ્યું?

તો આતિશીએ કહ્યું કે, 'અમને નક્કર સમાચાર મળ્યા છે કે પરિવહન વિભાગ સાથે સંબંધિત કોઈ બાબતમાં મારી વિરુદ્ધ નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમે પ્રમાણિકતાથી કામ કર્યું છે. સત્ય બહાર આવશે. મને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. નકલી કેસ ગમે તે હોય, સત્યનો જ વિજય થશે. હું ભાજપના લોકોને કહેવા માગુ છું કે તેઓ અમારા પર ખોટા આરોપ લગાવીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હીની જનતા જોઇ રહી છે, જનતા ભાજપને જવાબ આપશે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top