Delhi: દિલ્હીની તમામ શાળાઓમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તૈનાત, જાણો શું છે મામલો
Delhi Schools Bomb Threat: સોમવારે સવારે દિલ્હીમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો હતો, જ્યારે શહેરની લગભગ 40 શાળાઓને બોમ્બની ધમકી ભરેલો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. સવારે લગભગ 7.00 વાગ્યે સ્કૂલ મેનેજમેન્ટના ઈમેલ આઈડી પર બોમ્બની ધમકીનો મેલ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે સ્કૂલ કેમ્પસમાં ઘણાં બોમ્બ મુકવામાં આવ્યા છે. બોમ્બ ખૂબ નાના છે અને તેમને છુપાવીને રાખવામાં આવ્યા છે. તેના વિસ્ફોટથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ શકે છે. સાથે જ ઈમેલમાં 30 હજાર ડૉલરની ખંડણી માગવામાં આવી હતી.
દિલ્હીની શાળાઓને મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈમેલમાં ઘણી બાબતો લખવામાં આવી છે. ઈમેલ દ્વારા મળેલા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે શાળાઓમાં ઘણા બોમ્બ મૂકવામાં આવ્યા છે, જે લીડ એઝાઈડ (Lead Azide, Pb(N3)2)નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ મોટા વિસ્ફોટો માટે જ થાય છે. બોમ્બ સારી રીતે છુપાવવામાં આવ્યા છે, તે સરળતાથી નહીં મળે.
મેલમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે, "આ વિસ્ફોટોથી ઈમારતને વધુ નુકસાન નહીં થાય, પરંતુ વિસ્ફોટથી ઘણા લોકો ચોક્કસપણે ઇજાગ્રસ્ત થશે. તમે બધા આના જ લાયક છો. જો મને 30 હજાર ડૉલર ન મળે તો વિસ્ફોટ નિશ્ચિત છે."
જીડી ગોયનકામાં અભ્યાસ કરતા બાળકના પિતાએ માહિતી આપી હતી કે, તેઓ તેમના બાળકને સાંજે 7.30 વાગ્યે શાળાએ મુકી ગયા હતા. થોડા સમય બાદ, તેને શાળામાંથી બાળકને લઇ જવા માટે ફોન આવ્યો. એવું જાણવા મળ્યું હતું કે શાળાઓને ફરીથી બોમ્બની ધમકી મળી છે. ત્યારબાદ લોકો શાળાએ પહોંચવાનું શરુ કર્યું અને બાળકોને લેઇ જવા લાગ્યા.
તમામ શાળાઓમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તૈનાત છે અને સઘન તપાસ ચાલી રહી છે. પોલીસને ડર છે કે અત્યાર સુધી મળેલી તમામ ધમકીઓની જેમ આ ધમકી પણ ખોટી હોઈ શકે છે. જો કે સંપૂર્ણ તપાસ બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. તપાસમાં કોઈ બેદરકારી રાખવામાં આવશે નહીં. હાલ તમામ બાળકો સુરક્ષિત છે અને સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને જાણ કરી બાળકોને સ્કૂલમાંથી ઘરે મોકલી દીધા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp