ગુજરાત: બોલો આવું પણ થાય! સમલૈંગિક સંબંધમાં સાથી મિત્રએ સાથ છોડતા યુવકે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ
Navsari: અત્યારે લોકોમાં સહનશક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે, લોકો વાત-વાતે જીવન ટૂંકાવી લે છે, અથવા તો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે છે. આવું મોટા ભાગે પ્રેમમાં નિષ્ફળતા બાદ તેઓ એટલા હતાશ થઈ જાય છે અને તૂટી જાય છે કે તેમણે કોઈ રસ્તો જ સૂઝતો નથી અને અંતે તેઓ જીવન ટૂંકાવવા જેવુ જ પગલું ભરી લે છે. નવસારીમાં કંઈક વિચિત્ર જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સમલૈંગિક સંબંધોમાં સાથી પુરુષે સાથ છોડતા જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે યુવકને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, નવસારીના ગણદેવી વિસ્તારમાં એક યુવકને છેલ્લા 7 વર્ષથી એક પુરૂષ મિત્ર સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું, પરંતુ કોઈક કારણોસર સાથી મિત્રએ અચાનક વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તે સાથી મિત્રને મળવા તેના ઘરે પહોંચ્યો હતો પરંતુ, મિત્ર ઘરની બહાર ન આવ્યો, જેથી ગુસ્સે થઈને યુવક ઘરે જતો રહ્યો. ત્યારબાદ મિત્ર સાથે સંપર્ક પણ ન સાધી શકાયો, જેથી યુવક ડિપ્રેશનમાં આવી ગયો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે પરિવારને માહિતી મળતા યુવકની માતા અને સંબંધીઓએ તેને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. અત્યારે તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી રહ્યો છે. હાલ આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ લખવામાં આવી છે.
એક મહિના અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી હતી. બરેલીના શીશગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બંજરિયા ગામમાં એક પરિણીત મહિલાએ ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, મહિલા સમલૈંગિક પ્રેમ સંબંધમાં હતી અને જ્યારે પરિવારે તેનો વિરોધ કર્યો તો તેણે આત્મહત્યા કરી લીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp