બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી નવા વર્ષે ગુજરાત આવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Dhirendra Krishna Shastri: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તાજેતરમાં હિન્દુઓ માટે પદયાત્રા કાઢી હતી. ત્યારબાદ તેઓ લાઇમલાઇટમાં આવી ગયા હતા. હવે નવા વર્ષમાં બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવશે. બાબા બાગેશ્વર જાન્યુઆરી મહિનામાં અમદાવાદ પહોંચશે. ત્યારબાદ તેઓ વિશ્વ ઉમિયા ધામ ખાતે દિવ્ય હનુમંત કથા કરશે. આ કથા 3-6 જાન્યુઆરી સુધી ચાલશે. બાબા બાગેશ્વરના આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં જ તેમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ઉમિયા ધામ ખાતે દિવ્ય હનુમંત કથા સાથે ભવ્ય કાર અને બાઇક રેલીમાં પણ ભાગ લેશે. આ બંને કાર્યક્રમો કથા પૂર્વે યોજાશે. ઉમિયા ધામ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો આ કથાનું આયોજન 2 લાખ ચોરસ વિસ્તારમાં કરવામાં આવશે. તેમા નિર્ધારિત પાસ દ્વારા જ પ્રવેશ મળશે. બાબા બાગેશ્વર અગાઉ 2023માં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના અનેક શહેરોમાં મોટા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને અંબાજીનો સમાવેશ થાય છે.
વિશ્વનું સૌથી મોટું ઉમિયાધામ મંદિર અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જે ગુજરાતના શક્તિશાળી પાટીદાર સમુદાયની સંસ્થા છે. તેની કુલ લંબાઈ 255 ફૂટ અને પહોળાઈ 160 ફૂટ હશે. ઉમિયા મંદિરની જમીનથી કળશ સુધીની ઊંચાઈ અંદાજે 132 ફૂટ નક્કી કરવામાં આવી છે. આ મંદિરમાં મહાપીઠ એટલે કે પ્લેટફોર્મની ઊંચાઈ અંદાજે 6 ફૂટ હશે. મંદિરમાં જે જગ્યાએ દેવતા સ્થાપિત કરવામાં આવશે તેની ઉંચાઈ 22 ફૂટ નક્કી કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp