ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો !

ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો !

07/12/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો !

સિંહ તો સિંહ કહેવાય.... જંગલના રાજા સિંહ (The lion king of the forest) જયાં બિરાજમાન થાય ત્યાં જ સિંહાસન બની જતું  હોય છે. ગીરના સિંહના અદભૂત વીડિયો અને તસવીરો (Videos and pics) આવતી જ રહે છે. આવામાં એક અદભૂત નજારો સામે આવ્યો છે. કહેવાય છે કે સિંહ ને સિંહાસનની જરૂર નથી પડતી, સિંહ જ્યાં બેસે ત્યાં જ સિંહાસન બની જાય છે. બસ આવું જ કંઈક બન્યું છે ગીર બોર્ડર વિસ્તારના આલીદર ગામમાં. (Alidar village)


વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા સિંહ ખેડૂતના મકાન પર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોડીનારના આલીદર ગામમાં નજરે પડ્યાં હતાં. જ્યાં ધોળા દિવસે ઝરમર વરસાદમાં કૌશિકભાઈ નામના ખેડૂતની વાડીએ એક સિંહ આવી ચઢ્યો હતો. સિંહે કૌશિકભાઈના મકાનની છતને પોતાનું સિંહાસન બનાવ્યું હતું. ત્યારે ઘરના લોકોને કોઈ રંજાળ કર્યા વગર શાંતિથી મકાનની છત પર સિંહ ઠંડી હવા ખાતો જોવા મળ્યો હતો. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top