સોનાના બજારમાં ભડકો: તહેવારોની સિઝન આવતા જ ગોલ્ડમાં 3700 રૂપિયાનો વધારો, જાણો લેટેસ્ટ રેટ

સોનાના બજારમાં ભડકો: તહેવારોની સિઝન આવતા જ ગોલ્ડમાં 3700 રૂપિયાનો વધારો, જાણો લેટેસ્ટ રેટ

10/30/2023 Business

SidhiKhabar

SidhiKhabar

સોનાના બજારમાં ભડકો: તહેવારોની સિઝન આવતા જ ગોલ્ડમાં 3700 રૂપિયાનો વધારો, જાણો લેટેસ્ટ રેટ

અમેરિકાનાં સેંટર્લ બેંક વ્યાજદરોનું એલાન કરવા જઈ રહી છે જેમાં બેંક પોલિસી રેટ ફરી એકવાર હોલ્ડ પર જઈ શકે છે. ગોલ્ડને લઈને માહોલ સંપૂર્ણપણે પોઝિટિવ બનવાનું શરૂ થઈ ગયું છે. ડોલર ઈંડેક્સમાં ફ્લેક્સિબિલિટીનાં કારણે ગોલ્ડનાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાનાં કોમેક્સ માર્કેટમાં ગોલ્ડ ફ્યૂચર 2000 ડોલર પ્રતિ ઓંસનાં લેવલને પાર કરી ગયું છે. તો બીજી તરફ ભારતમાં ગોલ્ડનાં ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.


ગોલ્ડનાં ભાવમાં વધારો

ગોલ્ડનાં ભાવમાં વધારો

સોમવારે MCX પર ગોલ્ડ ફ્યૂચર ટ્રેડિંગ દરમિયાન 240 રૂપિયાની તેજીની સાથે 61396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. આ આંકડો પાંચ મહિનાનાં પીક લેવલ પર છે.  આજે સોનું 61396 રૂપિયા પર ઓપન થયું હતું પણ માર્કેટ બંધ થતાં-થતાં તેનો ભાવ 61200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અટક્યો હતો.


ચાંદીની કિંમતમાં પણ જંગી વધારો

ચાંદીની કિંમતમાં પણ જંગી વધારો

આજે ટ્રેડિંગ બાદ માર્કેટમાં ચાંદીનાં ભાવમાં પણ ઊછાળો જોવા મળ્યો. 0.94% એટલે કે 684 રૂપિયાનાં વધારા સાથે આજે ચાંદીની કિંમત 72401 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.


વિદેશી બજારોમાં સોના-ચાંદીની સ્થિતિ

કોમેક્સ પર સોનું સોમવારે 12.60 ડોલર એટલે કે 0.63%નાં વધારા સાથે 2011.10 ડોલર પ્રતિ ટ્રોય ઓંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી 0.3888 ડોલર એટલે કે 1.70%નાં વધારા સાથે 23.275 ડોલર પર સ્થિર થયું.


62 હજારની પાર જઈ શકે છે ગોલ્ડ

62 હજારની પાર જઈ શકે છે ગોલ્ડ

છેલ્લાં 3 અઠવાડિયામાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ ઈઝરાયલ-હમાસ વૉર છે. જે બાદ રોકાણકારો ગોલ્ડ જેવી સેફ હેવન તરફ વળી રહ્યાં છે. જાણકારો અનુસાર ફ્લેક્સીબલ ડોલર ઈંડેક્સ હોવા છતાં કિંમતો પોતાના નીચલા સ્તરથી લગભગ 8% વધી છે.  જો એમસીએક્સ પર ગોલ્ડ 61000 રૂપિયાનાં સ્તર પર સ્થિર રહે છે તો ટૂંક જ સમયમાં સોનું 62000 રૂપિયા સુધી પહોંચી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top