‘મુસ્લિમોના પક્ષમાં છે નાયડૂ..’, સંસદમાં વક્ફ સંશોધન બિલ રજૂ થાય તે અગાઉ TDPએ ક્લિયર કર્યું પોત

‘મુસ્લિમોના પક્ષમાં છે નાયડૂ..’, સંસદમાં વક્ફ સંશોધન બિલ રજૂ થાય તે અગાઉ TDPએ ક્લિયર કર્યું પોતાનું સ્ટેન્ડ

04/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘મુસ્લિમોના પક્ષમાં છે નાયડૂ..’, સંસદમાં વક્ફ સંશોધન બિલ રજૂ થાય તે અગાઉ TDPએ ક્લિયર કર્યું પોત

TDP Declares Support for Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલ રજૂ થાય તે અગાઉ જ દેશમાં રાજકારણ ગરમાયું છે. ચંદ્રબાબૂ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ વક્ફ સુધારા બિલને સમર્થન આપવાની વાત કરી છે. TDPએ કહ્યું કે મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ મુસ્લિમોના પક્ષમાં છે. કાલે પાર્ટી બિલના સમર્થનમાં વોટ કરશે. TDPના નેતા પ્રેમ કુમાર જૈને કહ્યું કે, સંસદમાં રજૂ થનારા વક્ફ સંશોધન બિલ દેશભરના મુસ્લિમોની નજર ટકેલી છે. વક્ફ બોર્ડની લગભગ 9 લાખ એકર જમીન પર ઘણા લોકોએ ગેરકાયદે કબજો જમાવ્યો છે. અમારી પાર્ટી વક્ફ સુધારા બિલને સમર્થન આપશે.


TDPએ હંમેશાં વક્ફ મિલકતોનું રક્ષણ કર્યું

TDPએ હંમેશાં વક્ફ મિલકતોનું રક્ષણ કર્યું

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુએ તાજેતરમાં કહ્યું હતું કે, TDP સરકારે હંમેશાં વક્ફ પ્રોપર્ટીનું રક્ષણ કર્યું છે અને આગળ પણ કરવાનું ચાલુ રાખશે. જ્યારે સરકારી આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે બિનજરૂરી વિવાદ સર્જાયો હતો, એટલે જ્યારે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એક સમય એવો આવ્યો જ્યારે વક્ફ બોર્ડે કામ કરવાનું બંધ કરી દીધું. અમારી સરકાર આવ્યા બાદ અમે તે આદેશ પર સ્ટે મૂક્યો. દરેકના અભિપ્રાય લીધા બાદ, એક કાર્યકારી બોર્ડની રચના કરવામાં આવી. અમે વક્ફ બોર્ડની મિલકતોનું રક્ષણ કરીશું. અમે વંચિત મુસ્લિમ પરિવારોની આર્થિક ઉન્નતિ માટે કામ કરીશું.


JDU અને LJPનું વલણ

JDU અને LJPનું વલણ

JDU નેતાઓના નિવેદનોથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેઓ આ બિલના સમર્થનમાં છે. JDUએ કહ્યું કે, વિપક્ષ દ્વારા મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બિલમાં એવું કંઈ જ નથી જે તેમના અધિકારો છીનવી લેવા સમાન હોય. તો, NDAની અન્ય પાર્ટી LJP (R)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને આ બિલ અંગે કહ્યું છે કે, વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top