Kolkata College Gangrape Case: ‘નાની ઘટના પર એવી રીતે રડે છે, જેમ કે પ્રલય આવી ગયો હોય’, કોલકાત

Kolkata College Gangrape Case: ‘નાની ઘટના પર એવી રીતે રડે છે, જેમ કે પ્રલય આવી ગયો હોય’, કોલકાતા ગેંગરેપ કેસ પર બગડ્યા મમતાના મંત્રીના બોલ

07/02/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Kolkata College Gangrape Case: ‘નાની ઘટના પર એવી રીતે રડે છે, જેમ કે પ્રલય આવી ગયો હોય’, કોલકાત

Kolkata College Gangrape Case: કોલકાતા લૉ કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો સતત આવી રહ્યા છે. તૃણમૂલના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી અને ધારાસભ્ય મદન મિત્રા બાદ, હવે મમતા સરકારમાં સિંચાઈ અને જળમાર્ગ મંત્રી ડૉ. માનસ રંજન ભૂનિયાએ આ ઘટના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

તેમણે મંગળવારે ડૉક્ટર્સ ડે પર કોલકાતા મેડિકલ કોલેજમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા દક્ષિણ કોલકાતા લૉ કોલેજમાં થયેલા ગેંગરેપને એક નાની ઘટના ગણાવી. ભૂનિયાએ કહ્યું કે પહેલગામમાં આપણને મારનારા આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી અને તેઓ (ભાજપ) હંમેશાં બંગાળને નિશાન બનાવે છે. જો કોઈ નાની-મોટી ઘટના બને છે, તો કેટલાક લોકો એવી રીતે રડવા લાગે છે જાણે કોઈ પ્રલય આવી ગયો હોય.


'પરિવારમાં નાની ઘટનાઓ બનતી રહે છે'

'પરિવારમાં નાની ઘટનાઓ બનતી રહે છે'

ભૂનિયાએ વધુમાં કહ્યું કે હું તમને બધાને વિનંતી કરવા માગુ છું કે તમારી જાતને ઓછી ન આંકો, તમે બધા મમતા બેનર્જીના સૈનિકો છો. હા, ઘટનાઓ થાય છે, અહી સુધી કે તમારા પોતાના પરિવારમાં પણ. ક્યાંક પતિએ પત્નીની હત્યા કરી, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને પહાડ પરથી ધકેલી દીધો... આ સમાજના સંકટ છે. આપણા મુખ્યમંત્રી દરેક ઘટનાને માતાની જેમ સંભાળે છે. હું મારા ફેડરેશનના છોકરાઓ અને છોકરીઓને તેમની સાથે ઉભા રહેવા અપીલ કરું છું.


તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે મારું નિવેદન

તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે મારું નિવેદન

બીજી તરફ ટિપ્પણી પર વિવાદ વધ્યા બાદ મંત્રી ભૂઇયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી કે મારા નિવેદનને મીડિયા દ્વારા તોડી-મરોડીને રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, તેનાથી મને આઘાત લાગ્યો છે. મેં કસ્બાની ઘટનાનો ઉલ્લેખ ક્યાં કર્યો? મારા નિવેદનનો લૉ કોલેજની ઘટના સાથે કોઈ સંબંધ નથી. તે પૂરી રીતે ભ્રામક છે, જાણીજોઇને અપમાનિત અને બેઇજ્જતી કરવા માટે મારા નિવેદનને આ ઘટના સાથે જોડી દેવામાં આવ્યું.

 તેમણે કહ્યું કે હું મીડિયાનું સન્માન કરું છું. સંવિધાનનો ચોથો સ્તંભ મીડિયા છે. પરંતુ જે રીતે મારું નિવેદન તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું, એ ખૂબ દુઃખદ છે. સંવિધાને મને આત્મસન્માનની રક્ષા કરવાનો અધિકાર પણ આપ્યો છે. જો જરૂરિયાત પડી તો હું કાયદાકીય કાર્યવાહી પણ કરીશ.


મમતા બેનર્જીનું મૌન આવા નેતાઓને મળી રહી છે તાકત: ભાજપ

મમતા બેનર્જીનું મૌન આવા નેતાઓને મળી રહી છે તાકત: ભાજપ

બીજી તરફ, મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે તેમની ટિપ્પણીની આકરી ટીકા કરી છે. ટ્વીટર પર એક પોસ્ટમાં ભાજપ IT સેલના વડા અને બંગાળના સહ-પ્રભારી અમિત માલવિયાએ જણાવ્યું હતું કે જ્યારે આખો દેશ 24 વર્ષીય કાયદાની વિદ્યાર્થિની સાથે થયેલી અકલ્પનીય ક્રૂરતાથી ભયભીત છે, ત્યારે તૃણમૂલના નેતાઓ પોતાના રાજકીય બોસ મમતા બેનર્જી પાસેથી પ્રશંસા મેળવવા માટે બળાત્કારને સામાન્ય બનાવવામાં વ્યસ્ત છે.

પહેલા, તૃણમૂલના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાએ પીડિતા સાથે જે બન્યું તેના માટે તેના ભાગ્યને દોષી ઠેરવ્યું. ત્યારબાદ સાંસદ કલ્યાણ બેનર્જીએ આ ઘટનાને મહત્ત્વહીન બતાવતા વિવાદિત ટિપ્પણી અને કહ્યું કે જો કોઈ મિત્ર તેના મિત્ર પર બળાત્કાર કરે તો શું કરી શકાય?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top