Road Accident: અલ્મોડાથી હલ્દ્વાની જતી રોડવેઝ બસ ખીણમાં ખાબકી, 25 મુસાફરો હતા સવાર

Road Accident: અલ્મોડાથી હલ્દ્વાની જતી રોડવેઝ બસ ખીણમાં ખાબકી, 25 મુસાફરો હતા સવાર

12/25/2024 National

SidhiKhabar

SidhiKhabar

Road Accident: અલ્મોડાથી હલ્દ્વાની જતી રોડવેઝ બસ ખીણમાં ખાબકી, 25 મુસાફરો હતા સવાર

Bhimtal Bus Accident: અલ્મોડાથી હલ્દ્વાની જતી રોડવેઝની બસ આમડાલી પાસે 1500 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 25-30 મુસાફરો હતા. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઇ ગયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભીમતાલ પાસે બસ દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. તમામ મુસાફરોની સુરક્ષા માટે હું બાબા કેદારને પ્રાર્થના કરું છું.


બસ હલ્દ્વાની ડેપોની

બસ હલ્દ્વાની ડેપોની

ઇજાગ્રસ્તોને ભીમતાલ હૉસ્પિટલમાંથી ડૉ.સુશીલા તિવારી હૉસ્પિટલમાં લઇ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને લેવા માટે 15થી વધુ એમ્બ્યુલન્સ હલ્દ્વાનીથી ભીમતાલ જવા રવાના થઈ છે. કાઠગોદામથી રૂટ બદલવામાં આવ્યો છે. આ રોડવેઝ બસ હલ્દ્વાની ડેપોની છે. જે દરરોજ સવારે 7:30 કલાકે હલ્દ્વાનીથી પિથૌરાગઢ માટે નીકળે છે. રાત્રિના વિશ્રામ બાદ, બીજા દિવસે સવારે લગભગ 6:00 વાગ્યે પિથૌરાગઢથી હલ્દ્વાની પાછી ફરે છે.

ડ્રાઇવરનું નામ રમેશચંદ્ર પાંડે અને કંડક્ટરનું નામ ગિરીશ દાની હતું. બંનેને ગંભીર ઈજાઓ થઈ છે. માહિતી મળતાં જ ARM સંજય પાંડે અને અન્ય અધિકારીઓ હલ્દ્વાનીથી ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top