હોટ ભોજપુરી એક્ટ્રેસ વારાણસીની હોટેલમાં મૃત મળી આવી! રાત્રે 2 વાગ્યે એક્ટ્રેસના રૂમમાં કોણ ગયું

હોટ ભોજપુરી એક્ટ્રેસ વારાણસીની હોટેલમાં મૃત મળી આવી! રાત્રે 2 વાગ્યે એક્ટ્રેસના રૂમમાં કોણ ગયું હતું? આત્મહત્યા કે હત્યા?

03/27/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

હોટ ભોજપુરી એક્ટ્રેસ વારાણસીની હોટેલમાં મૃત મળી આવી! રાત્રે 2 વાગ્યે એક્ટ્રેસના રૂમમાં કોણ ગયું

Bhojpuri Actress Akanksha Dubey suicide : ગઈકાલે, તા. 26 માર્ચ, રવિવારના રોજ વારાણસીની એક હોટેલના રૂમમાંથી ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબે મૃત અવસ્થામાં મળી આવી હતી. હોટેલ સ્ટાફના જણાવ્યા અનુસાર 25 વર્ષની અભિનેત્રી પંખા પર લટકેલી હાલતમાં મળી આવી હતી, જે પછી તાત્કાલિક પોલીસ બોલાવાઈ હતી. ઉત્તર પ્રદેશના ભદોહી જીલ્લાની રહેવાસી એવી આકાંક્ષા દુબે એક ફિલ્મના શૂટિંગ સંદર્ભે વારાણસી આવી હતી. જ્યારે લાંબો સમય સુધી આકાંક્ષા હોટેલની રૂમમાંથી બહાર ન નીકળી, ત્યારે હોટેલ સ્ટાફે માસ્ટર કી વડે રૂમ અનલોક કરતા આખી ઘટના સામે આવી હતી. હાલમાં આ ઘટના આત્મહત્યાની જણાઈ અહીં છે. પરંતુ પોલીસ દરેક શક્યતાઓ તપાસી રહી છે.


આત્મહત્યા કે હત્યા?

આત્મહત્યા કે હત્યા?

માત્ર 25 વર્ષની હોટ અને મશહૂર એક્ટ્રેસ આમ અચાનક મૃત્યુ પામવાથી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊંડા આઘાતમાં સરી પડી છે. આત્મહત્યાના થોડા કલાકો પહેલા આકાંક્ષા તદ્દન નોર્મલ લાગતી હતી. એક પાર્ટીમાંથી એ અડધી રાત્રે હોટેલના રૂમ પર પાછી ફરી, એ પછી એવું ટો શું બની ગયું કે એણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી, એ પ્રશ્ન અત્યારે ચારેકોર પૂછાઈ રહ્યો છે.

આકાંક્ષાનાં હેર સ્ટાઈલીસ્ટે આપેલી માહિતી ઉપરથી એવું સ્પષ્ટ થયું છે કે એક ફિલ્મના શૂટ માટે વારાણસી આવેલી આકાંક્ષા રવિવારની સવારથી પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરુ કરવાની હતી. પરંતુ એ પહેલા તે શનિવારની રાત્રે પોતાના કોઈ મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી.


અડધી રાત્રે આકાંક્ષાના બેડરૂમમાં કોણ હતું?

અડધી રાત્રે આકાંક્ષાના બેડરૂમમાં કોણ હતું?

એક વેબસાઈટને આપેલી મુલાકાતમાં હોટેલના મેનેજરે શનિવારે રાત્રે શું બન્યું, એ વિષે જણાવ્યું છે. મેનેજરના કહેવા મુજબ પાર્ટીમાં ગયેલી આકાંક્ષા શનિવારે મોડી રાત્રે 1 વાગીને 55 મીનીટે પોતાની હોટેલ પર પાછી ફરી હતી. મેનેજરનાં અખેવા મુજબ એ સમયે આકાંક્ષા એકલી નહોતી, બલકે એની સાથે એક અજાણ્યો યુવક પણ હતો. કદાચ નશામાં ધૂત હોવાને કારણે આકાંક્ષા ચાલતી વખતે લથડિયા ખાતી હતી. આથી પેલો યુવક એને રૂમ સુધી મુકવા ગયો હતો.

આ યુવક લગભગ 17 મિનીટ્સ સુધી આકાંક્ષાનાં રૂમમાં જ રોકાયો, અને પછી જતો રહ્યો.

એ પછી જ્યારે મોડી સવાર સુધી આકાંક્ષા પોતાના રૂમમાંથી બહાર નહિ નીકળી ત્યારે હોટેલના સ્ટાફને શંકા જતા રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. એ સમયે આકાંક્ષાનું શબ પંખાની સાથે લટકેલી હાલતમાં મળી આવ્યું હતું.

પહેલી નજરે આત્મહત્યા લાગતા આ મામલામાં પોલીસ ઊંડી તપાસ કરશે, તો કદાચ બીજી કોઈ મહત્વની કડી પણ હાથ લાગી શકે એમ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top