“Pushpa 2”ના નિર્માતાઓથી મોટો લોચો થઇ ગયો! ...જો આ વિડીયો લોકો સુધી પહોંચી ગયો તો 500 કરોડના બજેટની આ ફિલ્મનું શું થશે?
Pushpa 2 film news: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ એ બોક્સ ઓફીસ પર ટંકશાળ પાડેલી. એ ફિલ્મમાં હીરોનું પાત્ર નિભાવનાર અલ્લુ અર્જુનની બોલવાની અને ચાલવાની વિશિષ્ટ સ્ટાઈલ ભારતીય દર્શકોએ પહેલી વાર જોઈ, અને એના દીવાના થઇ ગયા. આ અગાઉ કોઈ હીરોએ આવી લંગડાતી ચાલે ‘ડાન્સ’ કરવાનું જોખમ લીધું નહોતું. એમાં વાળી ‘ઝૂકેગા નહિ સાલા...’ વાલા ડાયલોગે પણ ખાસ્સી ધૂમ મચાવેલી. એટલે જ જ્યારે આ ફિલ્મની સિક્વલ “પુષ્પા ૨” રીલીઝ થવા જઈ રહી છે, ત્યારે લોકોને આશા છે કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ભારે તરખાટ મચાવશે. પરંતુ તાજેતરમાં સામે આવેલા ન્યુઝ મુજબ એક વિડીયો જો દર્શકો પાસે પહોંચી જશે તો ફિલ્મને મોટો ફટકો પડી શકે એમ છે!
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ની ચાહકો નિરાંતે રાહ જોઈ રહ્યા છે. આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનો પહેલો ભાગ દર્શકોને ઘણો પસંદ આવ્યો હતો. જો કે પુષ્પા 2ની રિલીઝમાં પણ વિલંબ થઈ રહ્યો છે. પરંતુ 6 ડિસેમ્બરે સૌની રાહનો અંત આવશે. અગાઉ આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી. પરંતુ શૂટિંગમાં વિલંબને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. હાલમાં, પુષ્પા 2 નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારબાદ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન પર કામ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટ અને મેકર્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
પુષ્પા 2 ના શૂટિંગ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ લીક થયેલો વીડિયો અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ના ક્લાઈમેક્સનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સેટ પર શૂટિંગ ચાલી રહ્યું છે. આ વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સીન ક્લાઈમેક્સમાં જોવા જેવો મહત્વપૂર્ણ સીન છે. પુષ્પા 2ના ક્લાઈમેક્સ વીડિયોના નામે આ ક્લિપ બધે વાયરલ થઈ રહી છે.
જો આ વિડીયો ખરેખર ફિલ્મના ક્લાઈમેક્સનો હોય, તો એનો અર્થ એ થાય કે ફિલ્મ લીક થવાની અત્યારથી જ શરૂઆત થઇ ગઈ છે. શું એવું કોઈક છે જે ફિલ્મની ક્લિપ્સ જાની જોઈને લીક કરી રહ્યું છે?
જો કે, આ સમાચારમાં કેટલું સત્ય છે અને તે ખરેખર અલ્લુ અર્જુનની ફિલ્મનો વીડિયો છે કે નહીં તે કોઈને ખબર નથી. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સ ઉત્સાહિત છે તો કેટલાક ફેન્સ તેને જોયા બાદ એકદમ ગુસ્સામાં છે. યુઝર્સનું કહેવું છે કે આ વીડિયોને તાત્કાલિક ડિલીટ કરી દેવો જોઈએ. જો આ રીતે વીડિયો લીક થાય તો મેકર્સ અને ફિલ્મને ઘણું નુકસાન થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 'પુષ્પા 2: ધ રૂલ' 500 કરોડ રૂપિયાના જંગી બજેટ સાથે બની રહી છે. ફિલ્મને લઈને દરરોજ વિવિધ પ્રકારના સમાચારો સામે આવતા રહે છે. મેકર્સ અને સ્ટાર્સ વચ્ચે અણબનાવ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. જો કે હાલમાં આ ફિલ્મનું અંતિમ શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના ક્લાઈમેક્સ અને મહત્વના દ્રશ્યો શૂટ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મના VFX બદલવામાં આવી રહ્યા છે અને કેટલાક સીનનું રી-શૂટ પણ કરવામાં આવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp