Gujarat: અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, 'ઘરમાં જ બનાવેલા બોમ્બથી..'

Gujarat: અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, 'ઘરમાં જ બનાવેલા બોમ્બથી..'

12/23/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, 'ઘરમાં જ બનાવેલા બોમ્બથી..'

Ahmedabad Parcel Blast Case: શનિવારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો હતો. પાર્સલ ડિલિવરી કરનાર અને પાર્સલ લેનાર બંને ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઘટના શનિવારે સવારે 10:30 વાગ્યે શિવમ રૉ હાઉસમાં બની હતી. પાર્સલ કરનાર ગૌરવ ગઢવીની પોલીસે ઘટનાસ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. હવે આ મામલે નવો ખુલાસો થયો છે.

પોલીસે આ ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. ઘટનાસ્થળ પરથી પકડાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું હતું કે રૂપેણ બારોટે આ બ્લાસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ સાબરમતી પોલીસ ટીમ અને LCBની અલગ-અલગ ટીમ બનાવીને રૂપેણ બારોટની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગઈકાલે રાત્રે રૂપેણ બારોટની ધરપકડ કરી લેવામાં આવી હતી.


ઈન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો

ઈન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો

આ દરમિયાન આરોપીની કારમાંથી ૨ લાઈવ બોમ્બ અને દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. જે બોમ્બ રીમોટ સાથે જોડાયેલા હોવાથી બ્લાસ્ટ થાય તેમ હતું. જેથી તાત્કાલિક ડિફ્યૂઝ કરાવવા માટે સાબરમતી પોલીસે ઓછી અવરજવર હોય એવા સ્થળે લઇ જઈને બોમ્બ ડિફ્યૂઝ કર્યા હતા.

પરિવારથી એકલા પડી જતા મનમાં ખોટું લાગી આવ્યું હતું અને ઈન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો. ત્યારબાદ તે પોતાના સસરા, સાળાઅને બળદેવભાઈને મોતને ઘાટ ઉતારીને પત્નીને પરિવારથી વિખુટી પાડી એકલતાનો અનુભવ કરાવવા માગતો હતો. ઘરમાં જ બનાવેલા બોમ્બથી પત્ની અને સાળાની હત્યા કરવાનો પણ પ્લાન હતો. ત્યારબાદ આરોપીએ ગંધક, પાઉડર, બ્લેટ, બેટરી, ચારકોલ, ફટાકડાઓનો ગન પાંઉડર વગેરેની સામગ્રી એકત્ર કરી રીમોટ સંચાલિત બોમ્બ અને દેશી તમંચો બનાવી આ ષડયંત્ર રચ્યું હતું.


રૂપેણ સાયન્સ ગ્રેજ્યુએટ

રૂપેણ સાયન્સ ગ્રેજ્યુએટ

પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યું કે રૂપેણ સાયન્સ ગ્રેજ્યુએટ હોવાની કેમિકલના મિશ્રણ અને તેના જોખમથી પરિચિત હતો. તેને કેટલીક વેબસાઇટની માહિતી મળી હતી અને યુટ્યુબ લિંક મળી હતી જેના આધારે બજારમાંથી અલગ-અલગ મટિરિયલ સરળતાથી લાવ્યો હતો અને સતત 4 મહિના સુધી કામ કરીને તેણે ઘાતક હથિયાર બનાવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ પત્ની હેતલ રૂપેણને સતત નીચો બતાવવા માટે ટોણો મારતી હતી અને કહેતી હતી કે તું નમાલો અને નબળો છે. તું તારા જીવનમાં કઈ નહી કરી શકે, જેથી કંઇક કરી બનાવવા બોમ્બ બનાવવાનું શીખ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top