ગુજરાતના આ શહેરમાં યોજાશે આંતરરાષ્ટ્રિય પતંગમહોત્સવ, 20 દેશો અને 6 રાજ્યોના નિષ્ણાત પતંગબાજો લગ

ગુજરાતના આ શહેરમાં યોજાશે આંતરરાષ્ટ્રિય પતંગમહોત્સવ, 20 દેશો અને 6 રાજ્યોના નિષ્ણાત પતંગબાજો લગાવશે પેચ

01/09/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ શહેરમાં યોજાશે આંતરરાષ્ટ્રિય પતંગમહોત્સવ, 20 દેશો અને 6 રાજ્યોના નિષ્ણાત પતંગબાજો લગ

ગુજરાત ડેસ્ક : ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ અને સુરત મહાનગર પાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી 11મી જાન્યુઆરીના બુધવારે સવારે 8:૦૦ વાગે થી અડાજણ રીવફન્ટ પાસે આંતરરાષ્ટ્રિય પતંગમહોત્સવ (કાઇટ ફેસ્ટીવલ)નો પ્રારંભ થશે.


19 દેશોમાંથી પતંગબાજો આવશે

19 દેશોમાંથી પતંગબાજો આવશે

આઝાદી કા અમૃત મહોત્સવ અને ભારતમાં યોજાનાર જી-20 સમિટના ભાગરૂપે અડાજણ રીવરફન્ટ પાસે યોજાનાર “કાઇટ ફેસ્ટીવલ”માં 19 દેશોના પતંગબાજો અને દેશના છ રાજ્યોના પતંગબાજોના પતંગો સુરતના આકાશને આંબરો રંગબેરંગી પતંગની હારમાળા ઉભી થશે. “કાઇટ ફેસ્ટીવલ”ને સુચારૂ પણે પાર પાડવા માટે ઇ.કલેક્ટરશ્રી અરવિંદ વી.,જિલ્લા વિકાસ અધિકારીશ્રી  ભરત.કે.વસાવા, નાયબ કલેક્ટરશ્રી જી.વી.મીયાણી, પ્રવાસ અધિકારીશ્રી તુલસી સહિત જિલ્લા પ્રસાશનની ટીમે રીવરફન્ટની વિઝીટ કરીને વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. 19 દેશોમાંથી આવનાર વિદેશી અને છ રાજ્યોના પતંગબાજો માટે સુચારૂ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


બોધાવાલાના પ્રમુખ સ્થાને કાઇટ ફેસ્ટિવલ

બોધાવાલાના પ્રમુખ સ્થાને કાઇટ ફેસ્ટિવલ

શહેરના મેયરશ્રીમતી હેમાલીબેન બોધાવાલાના પ્રમુખ સ્થાને કાઇટ ફેસ્ટિવલ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય વસ્ત્ર અને રેલ્વે રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, સાસંદશ્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંધવી, વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મંત્રીશ્રી કુંવરજી હળપતિ, સાસંદશ્રી પરભુભાઇ વસાવા, જિલ્લાપંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, સુરત શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ સહિત સુરત શહેરની પતંગપ્રિય યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહેશે. સુરત શહેરની પતંગપ્રિય જનતાને 11મી જાન્યુઆરીએ અડાજણ રીવરફન્ટ પાસે “પતંગમહોત્સવ” માણવા અને અવનવા પતંગોની મજા લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર

ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર

આગામી મકરસંક્રાંતિના તહેવારમાં ગંભીર અકસ્માત બનતા અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એક જાહેરનામા દ્વારા તા.૧૭/૧/૨૦૨૩ સુધી પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે અનુસાર સુરત પો.કમિ.ની હદ સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ વ્યકિતઓએ જાહેર જગ્યા, જાહેર રસ્તાઓ/ફુટપાથ ઉપર પતંગો ઉડાડવા નહી. કોઈ પણ પ્રકારના સિન્થેટીક પ્રકારના દોરા, સુતરાઉ દોરા કે બીજા કોઈ પણ પ્રકારના દોરા થી પતંગ ચગાવવા કે ઉડાડવા નહી તેમજ સ્થાનિક ખરીદી ન કરવા, ઈ-કોમર્સ માધ્યથી ખરીદી કરવા કે વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રેલ્વે ટ્રેક નજીક તથા ઉપરથી ઉચ્ચ વોલ્ટેજ ટ્રેકશન ધરાવતા સાધનો હોવાથી રેલ્વે ટ્રેકની આજુબાજુ કે ઉપરથી પતંગ ઉડાવવા નહી. ચાઈનીઝ તુક્કલ ઉડાવવા, ખરીદવા, આયાત કરવા કે વેચાણ કરવું નહી. મોટા અવાજમાં લાઉડ સ્પીકરો વગાડવા નહી. ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાવવા નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top