BJP MLA disqualified: BJPના MLAનું વિધાનસભાનું સભ્યપદ ખતમ, 6 વર્ષ જૂના કેસમાં કોર્ટે સંભળાવી સજ

BJP MLA disqualified: BJPના MLAનું વિધાનસભાનું સભ્યપદ ખતમ, 6 વર્ષ જૂના કેસમાં કોર્ટે સંભળાવી સજા

06/21/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

BJP MLA disqualified: BJPના MLAનું વિધાનસભાનું સભ્યપદ ખતમ, 6 વર્ષ જૂના કેસમાં કોર્ટે સંભળાવી સજ

Mishrilal Yadav disqualified from Assembly: બિહારના દરભંગા જિલ્લાના ધારાસભ્ય મિશ્રીલાલ યાદવનું વિધાનસભા સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. અલીનગર બેઠકના ધારાસભ્ય રહેલા મિશ્રીલાલ યાદવને દરભંગાની એક વિશેષ કોર્ટે મારમારીના જૂના કેસમાં 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચૂકાદો 27 મે 2025ના રોજ સંભળાવવામાં આવ્યો હતો. આ આધારે, વિધાનસભા સચિવાલયે તેમનું સભ્યપદ સમાપ્ત કરવાની અધિસૂચના જાહેર કરી દીધી છે.


શું છે આખો મામલો

શું છે આખો મામલો

મિશ્રીલાલ યાદવ વર્ષ 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અને બે વર્ષની સજા મળવાને કારણે બંધારણ હેઠળ તેમનું સભ્યપદ આપમેળે સમાપ્ત માનવામાં આવ્યું હતું.

મિશ્રીલાલ યાદવને દરભંગાની વિશેષ MP/MLA કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. આ કેસ 29 જાન્યુઆરી 2019નો છે, જ્યારે સમૈલા ગામના ઉમેશ મિશ્રાએ ધારાસભ્ય અને તેમના સહયોગી સુરેશ યાદવ પર હુમલો અને ઇરાદાપૂર્વક ગંભીર ઇજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બાદ FIR નોંધવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2024માં, નીચલી કોર્ટે બંને આરોપીઓને 3 મહિનાની કેદ અને 500 રૂપિયા દંડની સજા ફટકારી હતી.


ધારાસભ્યએ આ નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો

ધારાસભ્યએ આ નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો

ધારાસભ્યએ આ નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ પીડિત ઉમેશ મિશ્રાએ પણ સજા વધારવાની માગતા અરજી દાખલ કરી હતી. એડિશનલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સુમન કુમાર દિવાકરે નીચલી કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો હતો અને સજા 3 મહિનાથી વધારીને  વર્ષ કરી હતી અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. 2 વર્ષની સજા હોવાને કારણે, બંધારણની કલમ 191 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ ધારાસભ્યનું સભ્યપદ આપમેળે સમાપ્ત માનવામાં આવ્યું હતું. વિધાનસભા સચિવાલયે 27 મે, 2025થી તેમનું સભ્યપદ સમાપ્ત કરવાનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top