'આ કોઈ કુખ્યાત ગુનેગારની નહીં પરંતુ...', કેજરીવાલની જામીનની શરતો પર ભાજપે આ શું બોલી ગઇ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં 6 શરતો સાથે જામીન આપી દીધી છે. ભલે ઘણા દિવસો બાદ દિલ્હીના મુખ્યમંત્રીને રાહતના સમાચાર મળ્યા છે, પરંતુ કોર્ટના નિર્ણય બાદ ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. તો વિપક્ષી નેતાઓ પણ મુખ્યમંત્રી કેજરીવાલના સમર્થનમાં ઉભા થઇ ગયા છે.
ભાજપના નેતા અમિત માલવીયએ સીએમ કેજરીવાલની સરખામણી કુખ્યાત ગુનેગાર સાથે કરી દીધી છે. અમિત માલવીયએ X પર લખ્યું, આ કોઈ કુખ્યાત ગુનેગારની નહીં, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીનની શરતો છે. જ્યારે તમે ઓફિસ નથી જઈ શકતા, ફાઈલો પર સહી કરી શકતા નથી, તો પછી મુખ્યમંત્રી કેમ બની રહ્યા છે? તેઓ દિલ્હીની જનતાની મહેનતના પૈસાથી બનેલા આલીશાન બંગલામાં રહેશે અને કામ કંઇ નહીં કરે. કેમ?
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે અમિત માલવીયની પોસ્ટ પર વળતો પ્રહાર કર્યો છે. અખિલેશ યાદવે ટ્વીટર પર લખ્યું, દિલ્હીના લોકપ્રિય અને લોકકલ્યાણકારી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલની જામીન એ 'સંવિધાનની જીત' છે. સંવિધાન વિરોધી જ સંવિધાનનો દુરુપયોગ કરે છે. ન્યાયના દરવાજા પર આપવામાં આવેલી દસ્તક હંમેશાં સાંભળવામાં આવે છે. દુનિયા અત્યાર સુધી આજ પરંપરા પર આગળ વધી છે અને આગળ વધતી રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp