રાજકોટના આ વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરવા BJPના MLAની માગ

રાજકોટના આ વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરવા BJPના MLAની માગ

12/20/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજકોટના આ વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરવા BJPના MLAની માગ

Rameshbhai Tilara: ગુજરાત કોમી તોફાનોનો ઇતિહાસ ધરાવે છે. કોમી તોફાનો પછી સંપત્તિની ખરીદ-વેચાણની ફરિયાદો વધી જતી હતી. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગૂ કરવામાં આવ્યો. આ સંજોગોમાં વર્ષ 1991માં તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલે વર્ષ 1986ના અશાંત ધારામાં કેટલાક સુધારા સાથે તેને લાગૂ કરવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જે વિસ્તારમાં અશાંત ધારો લાગૂ કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ ડીલ થયેલી ગણાય છે.

અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ સંપત્તિ ટ્રાન્સફર થઇ હોય અને તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને તેની સંપત્તિ પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે. હવે ભાજપના ધારાસભ્યએ રાજકોટના કેટલાક વિસ્તારોમાં અશાંતધારા લાગૂ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે.


રમેશ ટીલાળાએ આ વૉર્ડોમાં અશાંતધારો લાગૂ કરવાની કરી માગ કરી

રમેશ ટીલાળાએ આ વૉર્ડોમાં અશાંતધારો લાગૂ કરવાની કરી માગ કરી

રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ રામનાથપરા, સોની બજાર, વર્ધમાનનગર, પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગૂ અશાંતધારા લાગૂ કરવાને લઇને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 7, 8 અને 14માં અશાંતધારો લાગૂ કરવાની કરી માગ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top