‘રાહુલ ગાંધીનું ડ્રગ્સ ટેસ્ટ થવું જોઇએ..’, લોકસભામાં BJP સાંસદે લગાવ્યો ગંભીર આરોપ?

‘રાહુલ ગાંધીનું ડ્રગ્સ ટેસ્ટ થવું જોઇએ..’, લોકસભામાં BJP સાંસદે લગાવ્યો ગંભીર આરોપ?

07/30/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

‘રાહુલ ગાંધીનું ડ્રગ્સ ટેસ્ટ થવું જોઇએ..’, લોકસભામાં BJP સાંસદે લગાવ્યો ગંભીર આરોપ?

મંડીથી ભાજપના સાંસદ અને ફિલ્મી એક્ટ્રેસ કંગના રણૌતે કોંગ્રેસ નેતાને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. કંગનાનું કહેવું છે કે રાહુલ ગાંધી હંમેશાં નશામાં રહે છે, તેમનું ડ્રગ્સ ટેસ્ટ થવું જોઇએ. રાહુલ ગાંધી હંમેશાં સંવિધાનને ઠેસ પહોંચાડે છે. રાહુલ ગાંધી જે હાલતમાં સંસદ પહોંચે છે અને જે પ્રકારના તર્ક રાખે છે. તેને જોઇને લાગે છે કે તેઓ હંમેશાં નશામાં રહે છે. કંગના રણૌત રાહુલ ગાંધી પર પહેલા પણ પ્રહાર કરી ચૂક્યા છે.


ઓલિમ્પિક ઉદ્વઘાટન સમારોહ પર પણ કટાક્ષ

ઓલિમ્પિક ઉદ્વઘાટન સમારોહ પર પણ કટાક્ષ

કંગના રણૌતે 1 જુલાઇએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યો હતો. કંગના રણૌતે સલાહ આપી હતી કે કોંગ્રેસ નેતાએ તાત્કાલિક કોઇ થેરેપી લેવી જોઇએ. 18મી લોકસભાના પહેલા સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પરિચર્ચા દરમિયાન કંગના રણૌતે રાહુલ ગાંધીના ભાષણોને બેદરકારીભર્યા બતાવ્યા હતા. કંગના રણૌતે ગયા શનિવારે 27 જુલાઇએ પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્વઘાટન સમારોહમાં કરવામાં આવેલા પ્રદર્શનની પણ નિંદા કરી હતી. તેમણે સમારોહમાં એક પ્રદર્શનને ખૂબ જ વધારે કામુક બતાવ્યું હતું. કંગના રણૌતે કહ્યું હતું કે, અશ્લીલતાનું પ્રદર્શન ઓલિમ્પિક રમતોમાં વાંમપંથીઓ દ્વારા હાઇજેક કરવાનું પરિણામ છે.


મુહર્રમ પર કમેન્ટ્સ બાદ થયા ટ્રોલ:

મુહર્રમ પર કમેન્ટ્સ બાદ થયા ટ્રોલ:

કંગના રણૌતે એક દિવસ અગાઉ જ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર મૂહર્રમના માતમનો વીડિયો રીપોસ્ટ કર્યો હતો. તેને રીપોસ્ટ કરતા કંગના રણૌતે લખ્યું હતું કે એ અજીબ અને ડરામણો છે, પરંતુ જીતવા રહેવા માટે શું હિન્દુઓએ પણ આ પ્રકારની ટ્રેનિંગ લેવી જોઇએ.’ તેના પર કંગના રણૌત સોશિયલ મીડિયા પર પૂરી રીતે ટ્રોલ થયા હતા. યુઝર્સે કંગના રણૌત પર સખત અને તીખી કમેન્ટ્સ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top