કર્ણાટકમાં પત્તાની જેમ વેરવિખેર થઇ જશે ભાજપ?! ટોચના એક નેતાના નિવેદન બાદ તર્કવિતર્ક

કર્ણાટકમાં પત્તાની જેમ વેરવિખેર થઇ જશે ભાજપ?! ટોચના એક નેતાના નિવેદન બાદ તર્કવિતર્ક

04/17/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

કર્ણાટકમાં પત્તાની જેમ વેરવિખેર થઇ જશે ભાજપ?! ટોચના એક નેતાના નિવેદન બાદ તર્કવિતર્ક

ભાજપે તેમને વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ નકાર્યા બાદ જગદીશ શેટ્ટરે રાજીનામું આપ્યું હતું. 67 વર્ષીય શેટ્ટર અત્યાર સુધીમાં છ વખત ધારાસભ્ય બન્યા છે. ભાજપના ટોચના નેતાઓ દ્વારા તેમને અન્ય લોકોને આ પદ માટે તક મળે એ હેતુથી સભ્યપદ છોડવા કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે છેલ્લી વખત ચૂંટણી લડવાનો આગ્રહ રાખતો હતો. પરંતુ આ પછી પણ પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. ત્યારપછીના રવિવારે જગદીશ શેટ્ટરે હુબલ્લી-ધારવાડ (મધ્ય)ના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું કારણ કે તેમને ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણી લડવા પરવાનગી આપવામાં ન આવી.


કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ તેમણે 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પર બહુ ઓછા લોકોનું નિયંત્રણ છે. કર્ણાટકમાં સત્તાધારી પક્ષ રમતના પત્તાની જેમ તૂટી રહ્યો છે.

જગદીશ શેટ્ટર બેંગલુરુમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, મહાસચિવ કેસી વેણુગોપાલ, રણદીપ સિંહ સુરજેવાલા (કર્ણાટક પ્રભારી), કેપીસીસી પ્રમુખ ડીકે શિવકુમાર અને વિધાનમંડળના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ શેટ્ટરે આરોપ લગાવ્યો હતો કે ભાજપ દ્વારા તેમને ટિકિટ ન આપીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે.


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે શેટ્ટરના કોંગ્રેસમાં સમાવિષ્ટ થયા પછી એક ટ્વિટ કર્યું કે,'કર્ણાટકની રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. પૂર્વ સીએમ અને રાજ્યભરના બહુમાનીય નેતા જગદીશ શેટ્ટર આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કર્ણાટક કોંગ્રેસ આ વખતે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવાના માર્ગે છે. ભાજપ પત્તાના ઘરની જેમ પડી રહી છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top