યુપી બ્લોક પ્રમુખની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત : ૬૦૦ થી વધુ બેઠકો ઉપર જીત મેળવી

યુપી બ્લોક પ્રમુખની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત : ૬૦૦ થી વધુ બેઠકો ઉપર જીત મેળવી

07/10/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

યુપી બ્લોક પ્રમુખની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત : ૬૦૦ થી વધુ બેઠકો ઉપર જીત મેળવી

લખનઉ: દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) તાજેતરમાં જ યોજાયેલી જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ જીત મેળવી હતી. ત્યારબાદ હવે બ્લોક પ્રમુખની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત રહેતો જોવા મળ્યો છે. જ્યાં પાર્ટીને ૮૨૫ બેઠકોમાંથી ૬૦૦ નજીક બેઠકો ઉપર જીત મળી છે. જ્યારે સમાજવાદી પાર્ટીને ૬૩ બેઠકો મળી છે.

યુપીમાં બ્લોક પ્રમુખ ચૂંટણી માટે આજે સવારે ૧૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. ૩૩૪ બ્લોક પ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે ૪૭૬ બેઠકો ઉપર મતદાન બાદ મતગણતરી શરૂ થઇ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થતી દેખાઈ રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીની મતગણતરીના પરિણામો અનુસાર, ભાજપને ૬૦૦ થી વધુ બેઠકો મળી છે. ૮૨૫ બેઠકોમાંથી ૮૨૮ બેઠકોના પરિણામો આવી ચુક્યા છે. જેમાંથી ભાજપને ૬૦૯ બેઠકો મળી છે. જ્યારે સમાજવાદી પાર્ટીને ૯૩ બેઠકો મળી છે. બહુજન સમાજવાદી પાર્ટીને ૫ અને અન્ય પક્ષોને મળીને ૧૧૧ બેઠકો મળી છે, જેમાં મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ સામેલ છે.

મોદીની નીતિઓના કારણે જીત મળી : સીએમ યોગી

બ્લોક પ્રમુખની ચૂંટણીમાં મોટી જીત મળ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પીએમ મોદીએ આજથી સાત વર્ષ પહેલા દેશને સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્ર સાથે જે યોજનાઓ બનાવી હતી જે આજે લોકો સુધી પહોંચી શકી છે. પ્રદેશ સરકાર અને સંગઠને યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે. તેમણે કહ્યું કે પંચાયત ચૂંટણીના પરિણામો આનું જીવંત ઉદાહરણ છે.

યોગી સરકારની નીતિઓ અને જનહિતની યોજનાઓની અસર : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત બદલ પ્રદેશ સરકાર અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખોની ચૂંટણીમાં પણ ભાજપે જીતનો ઝંડો લહેરાવ્યો છે. યોગી આદિત્યનાથ સરકારની નીતિઓ અને જનહિતની યોજનાઓ દ્વારા જનતાને જે લાભ મળ્યા છે, જે પાર્ટીની જીત સ્વરૂપે દેખાય રહ્યા છે. આ વિજય માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અભિનંદનને પાત્ર છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કહ્યું કે, આ સીએમ યોગીની યોજનાઓની અસર છે. કાયદો-વ્યવસ્થા ચુસ્ત છે. દીકરીઓ રાત્રે ૧૨ વાગ્યે પણ નીકળી શકે છે. ક્યાંય ભ્રષ્ટાચાર નથી. ભાજપને બમ્પર જીત મળી છે. આ કાર્યકર્તાઓના કઠિન પરિશ્રમનું ફળ છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top