ભાજપના દિગ્ગજ સાંસદનો મોટો ધડાકો..!' મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર...' જાણો વિગત

ભાજપના દિગ્ગજ સાંસદનો મોટો ધડાકો..!' મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર...' જાણો વિગત

05/30/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભાજપના દિગ્ગજ સાંસદનો મોટો ધડાકો..!' મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર...' જાણો વિગત

Ram Mokariya : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચા ઉઠી છે. એટલુ જ નહીં, મહાનગરપાલિકાના તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે. તેમજ ભ્રષ્ટ અધિકારીઓ પર પણ આંગળી ચિંધાઈ છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડથી ભાજપના સાંસદ રામ મોકરિયા ભારે ચર્ચામાં છે. દુર્ઘટનના પહેલા દિવસથી જ રામ મોકરિયા સતત મીડિયા સામે આવી રહ્યાં છે.ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો છે.


ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો

ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો

રાજકોટ ગેમ ઝોન થયેલી ભયાનક કરુણાંતિકામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરમાં બનેલા આ બનાવને પગલે રાજ્ય સહિત દેશમાં પડઘા પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ પોલીસની સાથે સાથે રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટ ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ જ ફાયર વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.


બાંધકામ સમયે રૂપિયા લેવામાં આવ્યા

રામ મોકરિયાએ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસર ભીખાભાઈ ઠેબાને ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે 70 હજાર આપ્યા હોવાનો દાવો કર્યો છે. રાજકોટ ભાજપ સાંસદે  મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી છે, પરંતુ કહ્યું 'હા મારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા.' રામભાઈ મોકરીયા જ્યારે ફક્ત બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે આ 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જો કે રામભાઈ મોકરીયા બાદમાં સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70 હજાર નાખી રામભાઈ મોકરીયાને પરત આપી દીધા હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top