BRTS બસ ચાલકની બેદરકારી, એક મુસાફરનો પગ દરવાજામાં ફસાયો, જુઓ વીડિયો
Surat, BRTS Bus: સુરતની સીટી અને BRTS બસ સેવા સતત વિવાદમાં રહે છે. અગાઉ સિટી બસનો કંડક્ટર પૈસા લઇને ટિકિટ ન આપતો હોવાનું સામે આવ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ મહાનગરપાલિકાના હોદ્દેદારોએ સફાઇ આપવી પડી હતી. હવે BRTS બસના ડ્રાઇવરની બેદરકારી સામે આવી છે.
BRTS બસ (નંબર GJ 05 CU 8120) ગોડાદરાના મંગલ પાંડે બસ સ્ટેશન પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે એક મુસાફર બસમાં ચઢ્યો હતો. આ મુસાફર ચલતો હતો ત્યારે જ ડ્રાઇવરે દરવાજો બંધ કર્યો હતો, પરંતુ કોઈ કારણસર મુસાફરનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
બસ ચાલકની બેદરકારીના કારણે એક બસમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાઇ ગયો હતો છતા ચાલકે બસ ઉભી ન રખાડી. જેના કારણે મુસાફરે ફસાયેલા પગ સાથે મુસાફરી કરવી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ દૃશ્યો જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે સદનસીબે મુસાફરને કોઈ વધુ ઈજા થઈ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp