અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે ધમાસાણ! રાહુલ ગાંધીની હિન્દુઓ અંગેની ટિપ્પણીને લઈને સ

અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે ધમાસાણ! રાહુલ ગાંધીની હિન્દુઓ અંગેની ટિપ્પણીને લઈને સામસામો પથ્થરમારો!

07/02/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે ધમાસાણ! રાહુલ ગાંધીની હિન્દુઓ અંગેની ટિપ્પણીને લઈને સ

અમદાવાદ: રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપના સદસ્યો માટે એવી ટિપ્પણી કરી હતી કે આ લોકો હિંદુ નથી. એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ટિપ્પણી સામે જવાબ વાળ્યો હતો. એ પછી આ મામલો સોશિયલ મીડિયામાં પણ ખાસ્સો ચગ્યો અને અનેક લોકોએ રાહુલ ગાંધીની હિંદુ અંગેની ટિપ્પણીનો વિરોધ કર્યો. એ દરમિયાન અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કરવા એકઠા થયા હતા, જેમાં સામસામા પથ્થરમારાની ઘટના બની હતી.


પોલીસ સાથે પણ ઝપાઝપી, એક પોલીસકર્મીને ઈજા

પોલીસ સાથે પણ ઝપાઝપી, એક પોલીસકર્મીને ઈજા

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ પર નિવેદનને લઇને અમદાવાદમાં ભાજપે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર મોટી ધમાલ મચાવી હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. તેઓએ એકબીજા પર પથ્થરમારાની સાથે કાચની બોટલો પણ ફેંકી હતી. પોલીસ સાથે પણ કાર્યકરોની ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.


કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો અને...

કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો અને...

પોલીસે આ મામલે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. કોંગ્રેસના પ્રગતિ આહીર સાથે પણ પોલીસની ઝપાઝપી થઇ હતી. કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો હતો. ભાજપે પડકાર ઝીલી કોંગ્રેસ કાર્યાલય પર ધમાલ મચાવી હતી.

અમદાવાદમાં આશ્રમ રોડ પર જ હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસની હાજરીમાં જ ધમાલ થતાં કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા હતા. ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top