કોચ દ્રવિડ પણ થયા કાર્તિકના ફેન, કહ્યું- તેણે સાબિત કરી દીધુ કે...

કોચ દ્રવિડ પણ થયા કાર્તિકના ફેન, કહ્યું- તેણે સાબિત કરી દીધુ કે...

06/21/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

કોચ દ્રવિડ પણ થયા કાર્તિકના ફેન, કહ્યું- તેણે સાબિત કરી દીધુ કે...

ભારતીય ટીમના હેડ કોચ (The head coach of the Indian team) રાહુલ દ્રવિડે (Rahul Dravid) વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકના (Dinesh Karthik) વખાણ કર્યા છે. દિનેશ કાર્તિકે રાજકોટ T20માં એ સમયે 27 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ટીમ 81 રન પર 4 વિકેટ ગુમાવી ચુકી હતી. રાહુલ દ્રવિડે તેના વખાણ કરતા કહ્યું કે, રાજકોટની (Rajkot) ઇનિંગ એ વાતનું પ્રમાણ છે કે, ભારતીય ટીમમાં તેનું સિલેક્શન શા માટે કરવામાં આવ્યું? તેને એક ખૂબ જ ખાસ સ્કિલ્સ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેને છેલ્લા 2-3 વર્ષોમાં અસાધારણ પ્રદર્શન કરવા માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને તેણે પોતાના સિલેક્શનને રાજકોટમાં સાચું સાબિત કર્યું હતું.


તેની આ ઇનિંગ ત્યારે આવી જ્યારે સીરિઝ બરાબરી માટે તેમાં તેની જરૂરિયાત હતી. રાજકોટ T20માં દિનેશ કાર્તિકે મેચમાં ભારતીય ટીમની વાપસી કરાવી હતી. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 13 ઓવરમાં 81 રન પર 4 વિકેટ હતો. પહેલા તેણે ધીમી શરૂઆત કરી અને પછી 15-18 ઓવર વચ્ચે 44 રન બનાવ્યા અને હાર્દિક પંડ્યા સાથે મળીને ભારતીય ટીમનો સ્કોર 169 રનો સુધી પહોંચાડી દીધો. તેણે છેલ્લી ઓવરમાં ડ્વેન પ્રિટોરિયસના બોલ પર સિક્સ મારીને પોતાના T20 કરિયરની પહેલી અડધી સદી પૂરી કરી, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે ટીમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધી.


ઓસ્ટ્રેલિયમાં થનારા વર્લ્ડ કપ અગાઉ ટીમે 10 T20 મેચ રમવાની છે અને દિનેશ કાર્તિકે પોતાની ઇનિંગની શરૂઆત કરી દીધી છે. તેણે ટીમમાં ખેલાડીઓના ચાન્સ બાબતે કહ્યું કે, હું બધાને કહી રહ્યો હતો કે તમારે દરવાજો ઠોકવાની શરૂઆત કરવી પડશે, આ દરવાજો ખખડાવવા બાબતે નથી. એ રીતેની એક ઇનિંગનો નિશ્ચિત રૂપે અર્થ છે કે તે ટીમમાં આવવા માટે ખૂબ જોરથી દસ્તક દઈ રહ્યો છે. પૂર્વ ખેલાડી આકાશ ચોપડાએ પણ દિનેશ કાર્તિકના વખાણ કર્યા છે.


આકાશ ચોપડાના જણાવ્યા મુજબ દિનેશ કાર્તિક અત્યારે પણ ઇન્ટરનેશનલ સ્તર પર સારી ઇનિંગ રમી રહ્યો છે, જ્યારે તેના બાદ ડેબ્યૂ કરનારા મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઈ ચૂક્યો છે. તે જે નંબર પર બેટિંગ કરે છે તેના પર બેટિંગ કરવું મુશ્કેલ હોય છે, તેણે જે રીતે રમત રમી છે તે શાનદાર છે. આ એક ખૂબ લાંબુ કરિયર રહ્યું છે, ધોનીનું સંપૂર્ણ કરિયર વચ્ચે જ સમાપ્ત થઈ ગયું, પરંતુ કાર્તિક અત્યારે પણ છે. સીરિઝની વાત કરીએ તો 5 મેચોની T20 સીરિઝની શરૂઆત 9 જૂનથી થઈ હતી. ભારતીય ટીમની શરૂઆત તો ખૂબ જ ખરાબ થઈ હતી, પરંતુ ત્રીજી અને ચોથી મેચ જીતીને સીરિઝમાં વાપસી કરી. પાંચમી મેચ નિર્ણાયક હતી, પરંતુ વરસાદના કારણે રદ્દ કરવી પડી, જેથી સીરિઝ 2-2ની બરાબરી સાથે સમાપ્ત થઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top