25 મિનિટમાં 9 કેમ્પ કર્યા તબાહ... કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ ‘ઓપરેશન સિંદૂર’ની આપી

25 મિનિટમાં 9 કેમ્પ કર્યા તબાહ... કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ ‘ઓપરેશન સિંદૂર’ની આપી એક-એક વિગત

05/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

25 મિનિટમાં 9 કેમ્પ કર્યા તબાહ... કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ ‘ઓપરેશન સિંદૂર’ની આપી

Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ, ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ કાર્યવાહીને 'સિંદૂર ઓપરેશન' નામ આપ્યું છે.

ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘આ કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે, જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.’ બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને 'કાયર' ગણાવ્યો છે.


એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગ

એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગ

પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ ભારતીય સેનાએ પ્રેસ બ્રીફિંગ કરી હતી. દરમિયાન, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘પહલગામ હુમલો સ્પષ્ટપણે જમ્મુ-કાશ્મીરમાં પુનઃસ્થાપિત થઈ રહેલી પરિસ્થિતિને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે, 2.25 કરોડથી વધુ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી. હુમલાની રીત જમ્મુ અને કાશ્મીર અને દેશના બાકીના ભાગમાં કોમી રમખાણો ભડકાવવાની હતી, પરંતુ ભારત સરકાર અને દેશના નાગરિકો દ્વારા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું.

પ્રેસ બ્રીફિંગ દરમિયાન, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ભારતે સરહદ પારના હુમલાઓનો જવાબ આપવા, અટકાવવા અને પ્રતિકાર કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. ભારતની કાર્યવાહી માપદંડપૂર્ણ, જવાબદાર અને બિન-ઉશ્કેરણીજનક હતી. તે આયોજકો અને ફાયનાનસરોને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ હતો. ભારતની કાર્યવાહીને આ સંદર્ભમાં જોવી જોઈએ.’


કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કરી પ્રેસ બ્રીફિંગ

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કરી પ્રેસ બ્રીફિંગ

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇકની માહિતી આપી હતી. ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં, કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, ‘નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન છેલ્લા 3 દાયકાથી આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જે પાકિસ્તાન અને PoK બંનેમાં ફેલાયેલું છે. 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 દાયકામાં, પાકિસ્તાને વ્યવસ્થિત રીતે એક આતંકવાદી માળખાનું નિર્માણ કર્યું છે જે આતંકવાદી કેમ્પ અને લોન્ચપેડ માટે આશ્રયસ્થાન રહ્યું છે. ઉત્તરમાં સવાઈ નાલા અને દક્ષિણમાં બહાવલપુર સ્થિત પ્રખ્યાત તાલીમ કેમ્પોને નિશાન  નિશાન બનાવવામાં આવ્યા હતા.

બ્રીફિંગ આપતા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર નક્કર ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લશ્કરના તાલીમ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ અહીંથી તાલીમ લીધી હતી. આતંકવાદીઓની કમર તોડી નાખવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. બર્નાલા કેમ્પ પણ ધ્વસ્ત કરવામાં આવ્યો. સિયાલકોટમાં મહમૂના કેમ્પ પણ નાશ નષ્ટ કરી દેવામાં આવ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top