થઇ ગયું કન્ફર્મ! હવે 15 ઓક્ટોબર નહી, આ તારીખે હરિયાણાના નવા મુખ્યમંત્રી અને મંત્રીઓ લેશે શપથ, P

થઇ ગયું કન્ફર્મ! હવે 15 ઓક્ટોબર નહી, આ તારીખે હરિયાણાના નવા મુખ્યમંત્રી અને મંત્રીઓ લેશે શપથ, PM મોદી પણ આવશે.

10/12/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

થઇ ગયું કન્ફર્મ! હવે 15 ઓક્ટોબર નહી, આ તારીખે હરિયાણાના નવા મુખ્યમંત્રી અને મંત્રીઓ લેશે શપથ, P

હરિયાણામાં નવા મુખ્યમંત્રી અને મંત્રીઓના શપથગ્રહણની તારીખ નક્કી થઇ ગઇ છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે આ વાતની પુષ્ટિ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી ખટ્ટરે નવી દિલ્હીમાં પોતાના નવા સરકારી આવાસ પર હાઉસ વોર્મિંગ સેરેમની અને પૂજા દરમિયાન આ માહિતી આપી હતી. પહેલા એમ કહેવામાં આવી રહ્યું હતું કે હરિયાણામાં 15 ઓક્ટોબરે નવી સરકાર બનશે. પરંતુ હવે 17 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

વાસ્તવમાં આ પહેલા ચર્ચા હતી કે 15 ઓક્ટોબરે હરિયાણાના નવા મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેશે. જોકે, હવે મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે અને 17 તારીખે પંચકુલામાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સહયોગીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. હરિયાણાના મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર પ્રવીણ અત્રેએ કહ્યું કે વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ 17 ઓક્ટોબરે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. સમારોહની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને એ ખૂબ જ ભવ્ય સમારોહ હશે.


પંચકુલામાં તૈયારીઓ ચાલી રહી છે

પંચકુલામાં તૈયારીઓ ચાલી રહી છે

ઉલ્લેખનીય છે કે પંચકુલામાં સમારોહની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગયા શુક્રવારે ભાજપના નેતા સંજય ભાટિયાએ અહીં વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.  ભાજપ હાઇકમાન્ડે તૈયારીઓની જવાબદારી સંજય ભાટિયાને સોંપી છે. મહત્ત્વની વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ સમારોહનો ભાગ બનશે. પીએમ મોદી વિદેશ પ્રવાસ પર છે અને તેઓ ટૂંક સમયમાં તેમના દેશ પરત ફરશે અને હરિયાણામાં નાયબ સૈની સરકાર 2.0ની રચના કરવામાં આવશે.


ભાજપે જીતનો રેકોર્ડ બનાવ્યો

ભાજપે જીતનો રેકોર્ડ બનાવ્યો

તમને જણાવી દઇએ કે ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. પાર્ટીએ 48 સીટો જીતી છે. હરિયાણામાં અત્યાર સુધી કોઇ પણ પાર્ટી સતત ત્રણ વખત સરકાર બનાવી શકી નથી. 2004 થી 2014 સુધી રાજ્યમાં કોંગ્રેસનું શાસન હતું. પરંતુ ત્યારબાદ હરિયાણામાં ભાજપની જીત થઇ રહી છે. અગાઉ મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પરંતુ તાજેતરમાં જ 6 મહિના અગાઉ તેમની જગ્યાએ નાયબ સૈની આવ્યા અને હવે તેઓ બીજી વખત મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top