પેલેસ્ટાઈન પર ઘેરાયા તો આજે બાંગ્લાદેશવાળી બેગ લઈને સંસદ પહોંચ્યા પ્રિયંકા ગાંધી
Priyanka Gandhi Vadra reaches Parliament with bag: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય કેટલાક સાંસદોએ સોમવારે સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માગ કરી. તેમણે પોતાના હાથમાં એક બેગ લઇ રાખી હતી, જેના પર 'બાંગ્લાદેશના હિંદુઓ અને ઇસાઇઓ સાથ ખડે હો' લખેલું હતું.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સોમવારે સંસદ પહોંચ્યા હતા. તેમની આ બેગને લઈને રાજકારણ ગરમાયું હતું. ભાજપના નેતાઓએ પ્રિયંકા ગાંધી પર પેલેસ્ટાઈનના સમર્થનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. મંગળવારે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવા બેગ લઈને પહોંચ્યા હતા.
પ્રિયંકા ગાંધી સાથે કેટલાક સાંસદોએ પણ સંસદના મકર ગેટ પર બાંગ્લાદેશના મુદ્દે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તમામના હાથમાં બેગ પણ હતી જેમાં બાંગ્લાદેશના લઘુમતીઓ સાથે ઉભા રહેવાની અપીલ કરવામાં આવી હતી અને સંસદ ભવનમાં 'મકર દ્વાર' પાસે એકઠા થયેલા અન્ય સાંસદોએ "કેન્દ્ર સરકાર જવાબ આપો" અને " વી વૉન્ટ જસ્ટિસ"ના નારા લગાવ્યા હતા.
કેન્દ્રીય રાજ્ય મંત્રી બનવારી લાલ વર્માએ કહ્યું કે, "પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈનની બેગ લઇને આવ્યા છે, તેમણે ભારતની બેગ લાવવી જોઈએ. તેઓ બિનસંબંધિત મુદ્દાઓને લઈને માત્ર નાટક કરી રહ્યા છે." ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, પેલેસ્ટાઈન' લખેલું છે. તમે સમજી શકો છો કે તેમનો ભારત સાથે કોઈ સંબંધ નથી. થોડા દિવસ અગાઉ જ તેના પર 'ઈટાલી' લખેલું હતું અને હવે તેના પર 'પેલેસ્ટાઈન' લખેલું છે. કોણ જાણે છે કે તેના પર 'ભારત' ક્યારે લખ્યું હશે?
કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે, 'પેલેસ્ટાઈનમાં બાળકોની હત્યા થઈ રહી છે, હૉસ્પિટલો પર બોમ્બ ધડાકા થઈ રહ્યા છે અને તે માનવતાના આધારે વિરોધ કરી રહ્યા છે.' તો AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારીસ પાથને કહ્યું કે, "અટલ બિહારી વાજપેયી, મહાત્મા ગાંધી, બધાએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું. અમે હંમેશાં પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp