Gujarat: દેશમાં પ્રથમ વખત બ્રિટનમાં હત્યાનો ગુનેગાર સુરતની જેલમાં સજા ભોગવશે

Gujarat: દેશમાં પ્રથમ વખત બ્રિટનમાં હત્યાનો ગુનેગાર સુરતની જેલમાં સજા ભોગવશે

12/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: દેશમાં પ્રથમ વખત બ્રિટનમાં હત્યાનો ગુનેગાર સુરતની જેલમાં સજા ભોગવશે

ભારત અને બ્રિટન વચ્ચેની સંધિ બાદ પ્રથમ વખત યુનાઇટેડ કિંગડમ (UK)ની અદાલતે કોઇ વ્યક્તિને હત્યા માટે દોષિત ઠેરવ્યો છે. આ વ્યક્તિ તેની બાકીની સજા સુરતમાં ભોગવશે. ગુજરાતના ઉમર ગામનો રહેવાસી આરોપી જીગુ સોરઠીને વર્ષ 2020માં એક મહિલાની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 23 વર્ષના આરોપી જીગુએ તેની 21 વર્ષની મંગેતર ભાવિનીને છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. બ્રિટનની લેસ્ટર કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી, જે અંતર્ગત જીગુ બ્રિટનમાં તેની સજાના 4 વર્ષની ભોગવી ચૂક્યો છે.


ભારત પાછા ફરવાનો અનિરોધ

ભારત પાછા ફરવાનો અનિરોધ

જીગુ સોરઠીએ UKની કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન ભારત પરત ફરવા વિનંતી કરી હતી. ત્યારબાદ જીગુ સોરઠીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. UK સરકાર અને ભારત સરકાર વચ્ચે એક કરાર છે, જેના આધારે જીગુને બાકીની સજા ભોગવવા માટે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.


જીગુ સોરઠી બ્રિટનમાં હત્યાનો દોષી

જીગુ સોરઠી બ્રિટનમાં હત્યાનો દોષી

સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર, જીગુના પ્રત્યાર્પણ અંગે ગૃહ મંત્રાલય તરફથી આદેશ મળ્યો હતો. તેણે જણાવ્યું કે ઉમર ગામનો રહેવાસી જીગુ સોરઠી બ્રિટનમાં હત્યાનો દોષી છે. ત્યાં તેની કેટલીક સજા પૂર્ણ કર્યા બાદ તે સુરતની લાજપોર જેલમાં બાકીની સજા ભોગવશે.

તેમણે વધુમાં કહ્યું કે, ગૃહ મંત્રાલયના આદેશ મુજબ સુરત શહેરના ACPના નેતૃત્વમાં અમારી ટીમ દિલ્હી ગઇ હતી. બ્રિટિશ અધિકારીઓ દ્વારા આરોપીની અટકાયત કરીને સુરત લાવવામાં આવ્યો હતો. ભારત અને બ્રિટનની સરકારો વચ્ચે થયેલી સમજૂતી મુજબ તે હવે અહીં પોતાની સજા ભોગવશે. તમને જણાવી દઇએ કે જીગુની સજાને લઇને તમામ જેલ વિભાગોએ ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવું પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top