Corona in Gujarat : સાવધાન! ચીનમાં તબાહી મચાવનાર કોરોનાની ગુજરાતમાં એન્ટ્રી, આ શહેરમાં પહેલો કે

Corona in Gujarat : સાવધાન! ચીનમાં તબાહી મચાવનાર કોરોનાની ગુજરાતમાં એન્ટ્રી, આ શહેરમાં પહેલો કેસ નોંધાયો

12/21/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Corona in Gujarat : સાવધાન! ચીનમાં તબાહી મચાવનાર કોરોનાની ગુજરાતમાં એન્ટ્રી, આ શહેરમાં પહેલો કે

ગુજરાત ડેસ્ક : ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં પણ આવી જ ગઈ છે. પરંતુ આ બધાની વચ્ચે ચિંતા પણ સાથો સાથ વધી રહી છે. કોરોનાનો કહેર ફરી શરૂ થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. કોરોનાના વધુ એક વેરિયન્ટે ગુજરાતમાં દેખા દીધી છે. ઓમીક્રોન BF7ના 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.


અમદાવાદ અને વડોદરા ખાતે કોરોના

અમદાવાદ અને વડોદરા ખાતે કોરોના

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે. આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોનાના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે. જેના કારણે તંત્ર એલર્ટ પર છે. ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી વડોદરા આવેલા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે જીનોમ સિક્વન્સિગ માટે મોકલવામાં આવ્યો હતો.


શંકાસ્પદ કોરોનાના કેસોને લઈ તંત્ર થયુ અલર્ટ

શંકાસ્પદ કોરોનાના કેસોને લઈ તંત્ર થયુ અલર્ટ

શંકાસ્પદ કોરોનાના કેસોને લઈ તંત્ર અલર્ટ થયુ છે. અમેરિકાથી આવેલા 61 વર્ષીય મહિલામાં BF7 વેરિયન્ટ મળ્યો છે. કોરોનાનો વેરિયન્ટ મળતા મહિલાને હોમ આઇસોલેટ કરાઇ છે. મહિલાએ ફાયઝરની રસી લીધી હતી છતા BF7 વેરિયન્ટ મળ્યો છે. સુભાનપુરા વિસ્તારની મહિલા 11 નવેમ્બરે અમેરિકાથી વડોદરા આવી હતી. અમદાવાદ અને વડોદરાના શંકાસ્પદ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. વેરિયન્ટની તપાસ માટે સેમ્પલો લેવામાં આવ્યા છે. એરપોર્ટ પર ચીનથી આવતા યાત્રીઓની સઘન તપાસ શરૂ કરાઈ છે

કોરોનાની વધતી ચિંતાને લઈને ગાંધીનગરમાં મળી બેઠક

કોરોનાની વધતી ચિંતાને લઈને આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી.  જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાલ કોવિડની સ્થિતિ,વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી.  વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી.


શું કહ્યું આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ ?

શું કહ્યું આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ ?

આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે આજે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે. આ સાથે દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા, કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા અને તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના અપાઈ છે. આ સાથે દિલ્લીથી જે સૂચના મળશે તેનુ ચૂસ્તપણે પાલન કરાશે તેવું જણાવ્યું હતું. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top