ટ્વિટર પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર હુમલો, એકસાથે આટલાં કરોડ યુઝર્સના ઇમેલ એડ્રેસ થયા લીક

ટ્વિટર પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર હુમલો, એકસાથે આટલાં કરોડ યુઝર્સના ઇમેલ એડ્રેસ થયા લીક

01/06/2023 World

SidhiKhabar

SidhiKhabar

ટ્વિટર પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર હુમલો, એકસાથે આટલાં કરોડ યુઝર્સના ઇમેલ એડ્રેસ થયા લીક

એલન મસ્કના ટ્વિટરને સંભાળ્યા પછી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સતત ચર્ચામાં છે. તાજેતરનો મામલો ટ્વિટર હેક સાથે સંબંધિત છે, જેને અત્યાર સુધીની સૌથી મોટી લિક માનવામાં આવે છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 200 મિલિયનથી વધુ ટ્વિટર યુઝર્સના ઈમેલ એડ્રેસ હેકર્સ દ્વારા કથિત રીતે ચોરી લેવામાં આવ્યા છે. હેકર્સે આ ડેટા ચોરીને ઓનલાઈન હેકિંગ ફોરમ પર પોસ્ટ કર્યો છે. આ પહેલા પણ, ઓછામાં ઓછા 400 મિલિયન ઈમેલ એડ્રેસ અને ફોન નંબર ચોરાઈ ગયા હોવાના અહેવાલ હતા, હજુ પણ હેકર્સની ઓળખ અથવા સ્થાન જાણી શકાયું નથી.


ગયા વર્ષે ઓક્ટોબરમાં અબજોપતિ એલન મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું. આ પછી હેકિંગનો આ સૌથી મોટો મામલો છે. રોઇટર્સના એક અહેવાલ અનુસાર, ઇઝરાયેલના સાઇબર સિક્યુરિટી મોનિટેરિંગ ફર્મ હડસનના સહ સંસ્થાપક અલેન ગૈલે લિંક્ડન પર લખ્યું છે કે, દુર્ભાગ્યથી આ મોટી હેકીંગ થઇ છે. આનાથી ફિશિંગ અને ડોક્સિંગ વધશે. આ અત્યાર સુધીની સૌથી મોટી ડેટા હેકિંગ છે.


દરમિયાન હેકનો દાવો કરતા અહેવાલ પ્રકાશિત થયાના બે અઠવાડિયા પછી પણ ટ્વિટરે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. ગેલે 24 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. ટ્વિટરે આ મામલે અપારદર્શક અભિગમ અપનાવ્યો હોવાનું માનવામાં આવે છે. કારણ કે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top