Congress releases second list of candidates: કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં આમ આદમી પાર્ટી (AAP) છોડનારા નેતાઓને પણ ટિકિટ મળી છે. આ અગાઉ કોંગ્રેસે 12 ડિસેમ્બરે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે અત્યાર સુધીમાં તેના 47 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
કોંગ્રેસની બીજી યાદીમાં 2 મહત્ત્વના નામ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અસીમ અહેમદ ખાન અને પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર સેહરાવત છે. આસિમ અહેમદ ખાનને મટિયા મહેલથી અને દેવેન્દ્ર સેહરાવતને બિજવાસન વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. આ બંને નેતાઓ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
1- રિઠાલા- સુશાંત મિશ્રા
2- મંગલપુરી (SC)- હનુમાન ચૌહાણ
3- શકર બસ્તી- સતીશ લુથરા
4- ત્રિનગર- સતેન્દ્ર શર્મા
5- મટિયા મહેલ- અસીમ અહેમદ ખાન
6- મોતી નગર- રાજેન્દ્ર નામધારી
7- મદીપુર (SC)- જે.પી. પંવાર
8- રાજૌરી ગાર્ડન- ધરમપાલ ચંદેલા
9- ઉત્તમ નગર- મુકેશ શર્મા
10- મટિયાલા- રઘુવિન્દર શોકિન
11- બિજવાસન- દેવેન્દ્ર સેહરાવત
12- દિલ્હી કેન્ટ- પ્રદીપ કુમાર ઉપમન્યુ
13- રાજેન્દ્ર નગર- વિનીત યાદવ
14- જંગપુરા- ફરહાદ સૂરી
15- માલવીય નગર- જિતેન્દ્ર કુમાર કોચર
16- મહેરૌલી- પુષ્પા સિંહ
17- દેવલી (SC)- રાજેશ ચૌહાણ
18- સંગમ વિહાર- હર્ષ ચૌધરી
19- ત્રિલોકપુરી (SC) - અમરદીપ
20- કોંડલી (SC)- અક્ષય કુમાર
21- લક્ષ્મી નગર- સુમિત શર્મા
22- કૃષ્ણા નગર- ગુરચરણ સિંહ રાજૂ
23- સીમાપુરી (SC)- રાજેશ લીલોઠીયા
24- બાબરપુર- હાજી મોહમ્મદ ઈશ્રાક ખાન
25- ગોકલપુર (SC) - પ્રમોદ કુમાર જયંત
26- કરાવલ નગર- ડૉ. પી.કે. મિશ્રા.
આપને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા વર્ષે ફેબ્રુઆરીમાં નક્કી થઈ શકે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધો મુકાબલો જોવા મળી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસની સ્થિતિ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં નબળી પડી હતી, પરંતુ પાર્ટી હવે આ ચૂંટણીમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. આ સાથે જ ભાજપ પણ જોરદાર ટક્કર આપવાની તૈયારી કરી રહી છે.