Gurmeet Ram Rahim gets Parole: રામ રહિમ પર ભાજપ સરકાર મહેરબાન? ફરી મળી 40 દિવસની પેરોલ

Gurmeet Ram Rahim gets Parole: રામ રહિમ પર ભાજપ સરકાર મહેરબાન? ફરી મળી 40 દિવસની પેરોલ

08/05/2025 National

SidhiKhabar

SidhiKhabar

Gurmeet Ram Rahim gets Parole: રામ રહિમ પર ભાજપ સરકાર મહેરબાન? ફરી મળી 40 દિવસની પેરોલ

Gurmeet Ram Rahim gets 40 day parole: સાધ્વીઓના જાતીય શોષણ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહિમ ફરી એકવાર સુનારિયા જેલમાંથી બહાર આવ્યો છે. મંગળવારે સવારે તે 40 દિવસના પેરોલ લઈને પોલીસ સુરક્ષા હેઠળ સિરસા ડેરા જવા રવાના થયો હતો. આ અગાઉ, તે 9 એપ્રિલે 21 દિવસના ફર્લો પર બહાર આવ્યો હતો. વારંવાર પેરોલ અને ફર્લો મળવાને લઈને પ્રશાસનિક નિર્ણયો પર અગાઉ પણ ઘણી વખત સવાલ ઉભા થઈ ચૂક્યા છે.


2025માં ત્રીજી વખત જેલમાંથી બહાર

2025માં ત્રીજી વખત જેલમાંથી બહાર

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે 7:00 વાગ્યે દત્તક પુત્રી હનીપ્રીત, ડેરાના ચેરમેન દાન સિંહ, ડૉ. આર.કે. નૈન અને શરણદીપ સિંહ સીટુ રોહતક પહોંચ્યા હતા અને રામ રહીમ સાથે સિરસા ડેરા જવા રવાના થઇ ગયા હતા. રામ રહિમનો જન્મદિવસ 15 ઑગસ્ટે છે અને આ વખત ફરી રામ રહિમ જેલની બહાર પોતાનો જન્મદિવસ ઉજવશે. ત્યાં જ રક્ષાબંધન પણ ઉજવશે.

રામ રહિમ પર ભાજપ સરકાર મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે કેમ કે તેમના શાસનમાં રામ રહિમને સતત પેરોલ અને ફર્લો મળી રહ્યા છે. સરકાર હંમેશાં કહે છે કે બાબાને જેલ મેન્યૂઅલ મુજબ રજા મળે છે. જોકે વર્ષ 2025માં રામ રહીમને ત્રીજી વખત જેલમાંથી બહાર આવવાની મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં 21-21 દિવસની ફર્લો આપવામાં આવી હતી. 2017થી 2025 સુધીના છેલ્લા 8 વર્ષમાં રામ રહિમને અત્યાર સુધી 14 વખત પેરોલ અને ફર્લો મળ્યા છે.


શું છે મામલો

શું છે મામલો

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહિમને વર્ષ 2017માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારથી રામ રહિમ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. પત્રકાર છત્રપતિ હત્યા કેસ ઉપરાંત, બાબાને સાધ્વી જાતીય શોષણ કેસમાં સજા ફટકારવામાં આવી છે. તાજેતરમાં, બીજી વખત પેરોલ મળ્યા બાદ, રામ રહિમ સિરસા ડેરા ગયો છે. આ અગાઉ તે બાગપતમાં સમય વિતાવતો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top