લોકસભામાં અખિલેશ યાદવ, અવધેશ અને રાહુલ ગાંધીની જોડી તૂટી, સપા કોંગ્રેસથી નારાજ
દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્રમાં એકજૂથ થઈને સરકારને ઘેરી રહેલું વિપક્ષ 6 મહિનામાં જ સીટોને લઈને પરસ્પર વહેંચાઈ ગયું છે. નવી સંસદમાં સાંસદો માટે બેઠકો વહેંચવામાં આવી છે. અગાઉ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના સાંસદ અવધેશ પ્રસાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બાજુની બેઠક પર બેસતા હતા.
અખિલેશ યાદવ લોકસભાની નવી બેઠકથી નારાજ છે, જેમાં અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદને બીજી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે તેમને આ બાબતે જાણ કરવામાં આવી નહોતી. ઈન્ડિયા એલાયન્સમાં મુખ્ય વિપક્ષી પાર્ટી હોવાના સંબંધે, સીટ ફાળવણીની જવાબદારી કોંગ્રેસની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે સમાજવાદી પાર્ટી માટે આગળની હરોળની બેઠકોની સંખ્યા બેથી ઘટાડીને માત્ર અખિલેશ યાદવને જ પહેલી હરોળમાં બેસવા માટેનું સ્થાન મળ્યું છે, આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ ન કરવાથી નારાજ છે. ગુરુવારે ગૃહની શરૂ થવા પર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સમાજવાદી પાર્ટીના કોઈ નેતાએ વિરોધમાં ભાગ લીધો નહોતો. રસપ્રદ વાત એ છે કે, DMK નેતા ટીઆર બાલુએ કોંગ્રેસને વિનંતી કરી કે તેમને રાહુલ ગાંધીની નજીકની આગળની હરોળમાં બેસવા દો.
સપાએ લોકસભા અધ્યક્ષ સાથે બેઠક વ્યવસ્થા પર પણ વાત કરી છે. અખિલેશની નારાજગી અંગે પૂછવામાં આવતા ડિમ્પલ યાદવે કહ્યું કે, એવી કોઈ વાત નથી. બેઠકોની વ્યવસ્થાનો નિર્ણય સ્પીકર લે છે, અમારી તેમની સાથે વાત થઇ છે અને અમને આશા છે કે તેઓ અમારી વાત સાંભળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp