NSEએ મુહૂર્ત ટ્રેડિંગની કરી જાહેરાત, દિવાળીના દિવસે મળશે સવા કલાક રોકાણ કરવાનો સમય, નોંધી લો સમય સહિત અન્ય ડિટેલ
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ ગુરુવારે મુહૂર્ત ટ્રેડિંગ સેશન 2023ની જાહેરાત કરી દીધી છે. NSE મુજબ, મુહૂર્ત ટ્રેડિંગ સેશન 12 નવેમ્બર, રવિવારે થશે. શેર બજારના ઘણા રોકાણકાર મુહૂર્ત ટ્રેડિંગ સેશનને ખૂબ જ શુભ માને છે કેમ કે તેમનું માનવું છે કે તે તેમના માટે સૌભાગ્ય અને ધન લાવશે.
NSEએ જાહેરાત કરી છે કે દિવાળીના અવસર પર 12 નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ માટે શેર બજારમાં સાંજે 06:00 વાગ્યાથી 07:15 વાગ્યા સુધી ખુલશે. તેમાં સાંજે 06:00 વાગ્યાથી 06:08 વાગ્યા વચ્ચે પ્રી-ઓપન સેશન માટે 8 મિનિટની વિન્ડો સામેલ છે. એ સિવાય બ્લોક ડીલ વિન્ડો સાંજે 05:45 વાગ્યે ખુલશે. સામાન્ય બજાર સેશન સાંજે 06:15 વાગ્યાથી 07:15 વાગ્યા વચ્ચે હશે. અંતમાં પૂર્ણાહુતિ સેશન સાંજે 7:25 વાગ્યાથી 07:35 વાગ્યા વચ્ચે કરવામાં આવશે. બ્લોક ડીલ સેશન 12 નવેમ્બરે સાંજે 05:45 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા વચ્ચે આયોજિત કરવામાં આવશે. બ્લોક ડીલ સેશન 12 નવેમ્બરે સાંજે 05:45 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા વચ્ચે આયોજિત કરવામાં આવશે. તો કોલ ઓક્શન ઇલિક્વીડ સેશન સાંજે 06:20 વાગ્યાથી સાંજે 07:05 વાગ્યા વચ્ચે થશે.
મુહૂર્ત ટ્રેડિંગ એક સેશન છે, જે દિવાળીના અવસર પર આયોજિત કરવામાં આવે છે. આખા તહેવાર દરમિયાન શેર બજાર બંધ રહે છે અને માત્ર મુહૂર્ત ટ્રેડિંગ માટે વિશેષ એક કલાક માટે ખૂલે છે. રોકાણકારોનું વ્યાપક માનવું છે કે આ એક કલાક દરમિયાન વેપાર કરવું શુભ છે અને નવા સવંતમાં તેમના માટે સૌભાગ્ય લઇને આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp