Karnataka Congress: ‘2 માહિનામાં ડી.કે. શિવકુમાર બનશે કર્ણાટકના મુખ્યમંત્રી’, કોંગ્રેસના ધારાસભ્યનો મોટો દાવો
Iqbal Hussain on DK Shivkumar: કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે ધારાસભ્ય ઇકબાલ હુસૈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, ‘100 નહીં, 200 ટકા નિશ્ચિત છે કે આગામી 2 મહિનામાં ડી.કે. શિવકુમાર મુખ્યમંત્રી બનશે.’ હુસૈનનું નિવેદન પાર્ટીમાં આંતરિક હલચલ દર્શાવે છે. તેમણે કહ્યું કે, ‘જો કોંગ્રેસે 2028માં સત્તા પર પાછા ફરવું હોય, તો તેમાં બદલાવ કરવા જરૂરી છે. જો પાર્ટીએ ટકી રહેવું હોય, જો આપણે 2028માં કોંગ્રેસને સત્તામાં જોવા માગીએ છીએ, તો આપણને પરિવર્તનની જરૂર છે, આપણને એક સારી વહીવટી ટીમની જરૂર છે. આ યોગ્ય સમય છે.’
તેમણે ડી.કે. શિવકુમારની પાર્ટીમાં ભૂમિકાને ‘અદ્ભુત યોગદાન’ ગણાવતા કહ્યું કે મોટાભાગના ધારાસભ્યો એવું જ ઇચ્છે છે કે તેમને હવે મુખ્યમંત્રી બનાવવામાં આવે. હુસૈને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘શિવકુમારે પાર્ટીમાં શાનદાર યોગદાન આપ્યું છે. આ માત્ર મારો જ અભિપ્રાય નથી, પરંતુ મોટાભાગના ધારાસભ્યોનું પણ આ મંતવ્ય છે. આપણે આપણા ભવિષ્ય અને પાર્ટી બંને બાબતે વિચારવું જોઈએ. જો આપણે અત્યારે નહીં કરીએ તો ખૂબ વિલંબ થઈ જશે.'
આ અગાઉ પણ હુસૈને આ પ્રકારની વાત કહી હતી જેના પર કોંગ્રેસના મહાસચિવ રણદીપ સૂરજેવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે જો કોઈ ધારાસભ્યને કોઈ વાસ્તવિક કે કાલ્પનિક ચિંતા હોય, તો તેને પાર્ટી અને સરકારની અંદર ઉઠાવવી જોઈએ. સાથે જ, તેમણે પુનરોચ્ચાર કર્યો કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રાજ્યની નાણાકીય સ્થિતિને મજબૂત ગણાવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp