ઘોર કળિયુગ: કરિયાવર માટે પત્નીને જીવતી સળગાવી દીધી, આરોપી પતિ બાદ સાસુની પણ ધરપકડ

ઘોર કળિયુગ: કરિયાવર માટે પત્નીને જીવતી સળગાવી દીધી, આરોપી પતિ બાદ સાસુની પણ ધરપકડ

08/25/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઘોર કળિયુગ: કરિયાવર માટે પત્નીને જીવતી સળગાવી દીધી, આરોપી પતિ બાદ સાસુની પણ ધરપકડ

છેલ્લા કેટલાક સમયથી એવી-એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેને જાણ્યા બાદ આપણાં રૂવાડા ઊભા થઈ જાય. એક ક્ષણ માટે વિચારવા મજબૂર થઈ જઈએ કે કોઈ આટલું ક્રૂર, નિર્દયી કેવી રીતે હોય શકે છે. આપણે ઘટના જાણીને ભગવાન કોઈને આવા દિવસો ન બતાવે. કઈક આવી જ ઘટના સામે આવી છે ઉત્તર પરદેશથી પણ આવી જ ઘટના સામે આવ્યા છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

23 ઓગસ્ટના રોજ ગ્રેટર નોઈડાના સિરસા ગામ સ્થિત કાસના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માહિતી સામે આવી હતી કે એક પરિવારે તેમની પુત્રવધૂને જીવતી સળગાવી દીધી હતી. સાસરિયાઓ પર કરિયાવરની માગણી પૂરી ન થતા પુત્રવધૂને જીવતી સળગાવી દેવાનો આરોપ છે.

એવો આરોપ છે કે, પતિ, સાસુ અને સસરા સહિત 4 લોકોએ પરિણીત મહિલાને માર માર્યો હતો અને કરિયાવરની માગણી પૂરી ન થતા તેના પર જ્વલનશીલ પદાર્થ નાખી દીધો હતો. પીડિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ અહીં તેનું મોત થઈ ગયું હતું.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, મૃતક મહિલાના લગ્ન ડિસેમ્બર 2016માં સિરસા ગામના એક શખ્સ સાથે થયા હતા. લગ્નમાં સ્કોર્પિયો કાર અને બધો સામાન આપવામાં આવ્યો હતો. છતા લગ્ન બાદ સાસરિયાઓ 35 લાખ રૂપિયા કરિયાવરની માગ કરી રહ્યા હતા.


પોલીસે આરોપી પતિ વિપિનને પગમાં ગોળી મારી હતી

પોલીસે આરોપી પતિ વિપિનને પગમાં ગોળી મારી હતી

નિક્કી હત્યા કેસમાં આરોપી વિપિનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેણે તબીબી તપાસ દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે તેના પગમાં ગોળી મારી હતી. તો વિપિનની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેણે આ નિક્કીને સળગાવવામાં મદદ કરી હતી. આ સિવાય આ મામલે મહિલાના જેઠ અને સાસરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આરોપી પતિ વિપિનનું કહેવું છે કે, તેણે પોતાની પત્નીની હત્યા કરી નથી, તે જાતે જ મૃત્યુ પામી છે. આ ઘટનાનો સાક્ષી નિક્કી અને વિપિનનો 6 વર્ષનો પુત્ર છે જેણે ગુરુવારે રાત્રે આ ઘટના પોતાની આંખોથી જોઈ હતી. આ ઘટના સામે આવ્યા બાદ, સ્થાનિક લોકો ગુસ્સે છે અને તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top