ભારત-પાકિસ્તાન સરહદ નજીક ફરી ઉડતું દેખાયું ડ્રોન : ગોળીબાર થતા પાકિસ્તાન તરફ પરત ફર્યું

ભારત-પાકિસ્તાન સરહદ નજીક ફરી ઉડતું દેખાયું ડ્રોન : ગોળીબાર થતા પાકિસ્તાન તરફ પરત ફર્યું

07/15/2021 National

SidhiKhabar

SidhiKhabar

ભારત-પાકિસ્તાન સરહદ નજીક ફરી ઉડતું દેખાયું ડ્રોન : ગોળીબાર થતા પાકિસ્તાન તરફ પરત ફર્યું

જમ્મુ: જમ્મુ કશ્મીર બોર્ડર પર સતત આતંકી ગતિવિધિ યથાવત રહેતા સેનાએ પણ સક્રિયતા દાખવી છે, અને બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ આર્નીયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બૉર્ડર નજીક ફ્લાઈંગ ઓબ્જેક્ટ (flying object) જોવા મળતા તેના પર ગોળીબાર (Firing) કર્યો હતો. જેની માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

સેનાના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 13 અને 14 જુલાઇની મધ્યરાત્રે આર્નીયા સેક્ટરમાં જવાનોએ (Indian army) 200 મીટરની ઊંચાઈએ એક ઝબકતી લાલ ઝબકતી લાઇટ (Blinking red light) જોઈ હતી. સૈનિકોએ લાલ ઝબકતી લાઈટ તરફ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તે પરત ફરી ગઈ હતું. હાલ શોધ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કંઈ મળ્યું નથી. આ અગાઉ, 2 જુલાઈએ પાકિસ્તાનના એક ક્વાડકોપ્ટરે આર્નીયા સેક્ટરથી આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બીએસએફના જવાનો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ તે પરત ફરી ગયું હતું. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ 27 જૂનના રોજ ડ્રોન દ્વારા વહેલી સવારે જમ્મુ શહેરના આઈએએફ સ્ટેશન પર બે બોમ્બ ફેંકયા હતા. જેના કારણે બે જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરના સરહદ જિલ્લાઓમાં મોટે ભાગે વિવિધ જિલ્લાના અધિકારીઓએ ડ્રોન અને અન્ય માનવરહિત હવાઈ વાહનોના સંગ્રહ, વેચાણ અથવા કબજે કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ડ્રોન જોખમોનો સામનો કરવા ભારતીય સૈન્ય ક્ષમતા વિકસાવી રહ્યું છે: ચીફ જનરલ

એક થિંક-ટેન્ક પર સંબોધનમાં જનરલ નરવાણે કહ્યું કે, સુરક્ષા મથકો પડકારો અંગે સારી રીતે જાગૃત છે અને તેમની સાથે વ્યવહાર કરવા માટે કેટલાક પગલાં પહેલાથી જ લેવામાં આવ્યા છે. જનરલ નરવાણેને જમ્મુ ફોર્સ સ્ટેશન પર તાજેતરમાં થયેલા ડ્રોન એટેક વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, અમે જોખમોનો સામનો કરવા માટેની ક્ષમતા વિકસાવી રહ્યા છીએ, જે રાજ્ય દ્વારા પ્રાયોજિત અથવા સ્વયં રાજ્યો દ્વારા હોઈ શકે છે. અમે ગતિશીલ અને બિન-ગતિશીલ બંને ક્ષેત્રો માટે ડ્રોન એટેકના જોખમનો સામનો કરવાની ક્ષમતા વિકસાવી રહ્યા છીએ.

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ લાઇનની પરિસ્થિતિ અંગે આર્મી ચીફે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ભારતીય અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થયા બાદ એલઓસી પર કોઈ ઘુસણખોરી થઈ નથી. ઘુસણખોરી થતી ન હોવાથી કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યા ઓછી છે અને તેથી આતંકવાદ સંબંધિત ઘટનાઓની સંખ્યા પણ નીચે આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હંમેશાં એવા તત્વો હશે જે શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં તોડફોડ કરવાનો પ્રયાસ કરશે, આપણે તેમનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, અમારી પાસે જમ્મુ-કાશ્મીરમાં મજબૂત આતંકવાદ અને ઘૂસણખોરી વિરોધી ગ્રીડ છે અને શાંતિ અને સુલેહ સુનિશ્ચિત કરવા માટે અમારું ઑપરેશન ચાલુ રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top