Road Accident: નશામાં ધૂત ડમ્પર ચાલકે 9 લોકોને કચડી નાખ્યા, બે માસૂમો સહિત 3ના મોત

Road Accident: નશામાં ધૂત ડમ્પર ચાલકે 9 લોકોને કચડી નાખ્યા, બે માસૂમો સહિત 3ના મોત

12/23/2024 National

SidhiKhabar

SidhiKhabar

Road Accident: નશામાં ધૂત ડમ્પર ચાલકે 9 લોકોને કચડી નાખ્યા, બે માસૂમો સહિત 3ના મોત

Maharashtra Pune Road Accident: મહારાષ્ટ્રના પુણેમાં એક ભયાનક અકસ્માતના સમાચાર છે. અહીં ફૂટપાથ પર સૂઇ રહેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા હતા, જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. મૃતકોમાં 2 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે ઇજાગ્રસ્તોમાં 3ની હાલત ગંભીર છે. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના મોડી રાત્રે વાઘોલીના કેસનંદ નાકા પોલીસ સ્ટેશન સામે બની હતી. આરોપી ડ્રાઇવર ઝડપાઇ ગયો છે.

પુણેના વાઘોલીના કેસનંદ ફાટામાં રાત્રે 12:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાની પ્રાથમિક માહિતી છે. માર્યા ગયેલા લોકોમાં 2 માસૂમ બાળકો વૈભવ રિતેશ પવાર (ઉંમર 2 વર્ષ) અને રિનેશ નિતેશ પવાર (3 વર્ષ)નો સમાવેશ થાય છે, જ્યારે 6 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સસૂન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ફૂટપાથ પર લોકોને કચડતા ડમ્પર નીકળી ગયો

ફૂટપાથ પર લોકોને કચડતા ડમ્પર નીકળી ગયો

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકો મજૂર છે. તેઓ રવિવારે (22 ડિસેમ્બર) રાત્રે કામ માટે અમરાવતીથી આવ્યા હતા. આ ફૂટપાથ પર કુલ 12 લોકો સૂતા હતા. બાકીના લોકો ફૂટપાથની બાજુની ઝૂંપડીમાં સૂતા હતા. ભારે ભરકમ ડમ્પર સીધું ફૂટપાથ પર ચઢી ગયું અને સૂતા લોકોને કચડી નાખ્યા.

ચીસો સંભળાતા આસપાસના લોકો પીડિતોને બચાવવા દોડી આવ્યા હતા. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી. પુણે પોલીસે દારૂના નશામાં ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેની સામે મોટર વાહન અધિનિયમ (MVA) અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પુણે સિટી પોલીસના DCP ઝોન-4 હિંમત જાધવે આ માહિતી આપી છે.


હિટ એન્ડ રન કેસ શું છે?

હિટ એન્ડ રન કેસ શું છે?

હિટ-એન્ડ-રન કેસ ત્યારે થાય છે જ્યારે વાહનનો ચાલક અન્ય વાહન, વ્યક્તિ અથવા મિલકતને અથડાવીને નુકસાન પહોંચાડે છે અને જવાબદારી લીધા વિના સ્થળ પરથી ભાગી જાય છે. તેને હિટ એન્ડ હાઇડ પણ કહી શકાય કારણ કે ટક્કર બાદ ડ્રાઇવર પોતાનો આરોપ છુપાવવા કોઇને જાણ કર્યા વગર ત્યાંથી ભાગી જાય છે. ઘણા કિસ્સામાં પોલીસ આરોપીઓને શોધી શકતી નથી અને પીડિતોને ન્યાય મળતો નથી. હવે રોડ સેફ્ટી માટે રસ્તાઓ પર લગાવવામાં આવેલા કેમેરા આવા કિસ્સાઓમાં ઘણી મદદ કરે છે.

સાથે જ જનતાની બીજી જવાબદારી એ છે કે જો હિટ એન્ડ રનનો કિસ્સો જોવા મળે તો તેઓ તાત્કાલિક અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરે. આમ કરવાથી કોઇનો જીવ બચી શકે છે. આરોપી ફરાર થયા બાદ નજીકમાં હાજર લોકો પીડિતોને વહેલી તકે સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જાય તે જરૂરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top