એક ભૂલના લીધે 21 વર્ષના લગ્ન માત્ર 21 મિનિટમાં જ તૂટી ગયા' બાદમાં નિર્ણય બદલવા પર જજે પણ કર્યો

એક ભૂલના લીધે 21 વર્ષના લગ્ન માત્ર 21 મિનિટમાં જ તૂટી ગયા' બાદમાં નિર્ણય બદલવા પર જજે પણ કર્યો ઇનકાર! જાણો સમગ્ર મામલો?

04/16/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

એક ભૂલના લીધે 21 વર્ષના લગ્ન માત્ર 21 મિનિટમાં જ તૂટી ગયા' બાદમાં નિર્ણય બદલવા પર જજે પણ કર્યો

JUDGE GAVE DIVORCE BY MISTAKE : દુનિયાનાં અલગ-અલગ દેશોમાં વિવાહિત યુગલો માટે છૂટાછેડાની પ્રક્રિયા અલગ-અલગ હોય છે. ઘણા એવા દેશ છે જ્યાં છૂટાછેડા સરળતાથી મળી જાય છે, જ્યારે ભારત સહિત ઘણા એવા દેશો છે જ્યાં છૂટાછેડા લેવા માટે વર્ષો લાગી જાય છે. પરંતુ હાલમાં જ લંડનથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કોઈને પણ આશ્ચર્ય થશે. વાસ્તવમાં, અહીંની કોર્ટે ભૂલથી દંપતીને છૂટાછેડા આપી દીધા. સંભાળવામાં કેટલું વિચિત્ર લાગે છે કે કોઈ વ્યક્તિનાં ભૂલથી કેવી રીતે છૂટાછેડા થઈ શકે? તો ચાલો જાણીએ આખો મામલો.


જજે નિર્ણય પાછો ખેંચવાથી કર્યો ઇનકાર

જજે નિર્ણય પાછો ખેંચવાથી કર્યો ઇનકાર

વાસ્તવમાં આ બધું આયેશા વરદાગની લંડન સ્થિત લો ફર્મ વરદાગ્સના સોલિસિટરની એક ભૂલને કારણે થઈ ગયું. પરિણામ એ આવ્યું કે ન્યાયાધીશે નિર્ણય પાછો ખેંચવાની ના પાડી દીધી.મિસ્ટર એન્ડ મિસિસ વિલિયમ્સ નામના આ કપલના લગ્નને 2023 સુધીમાં 21 વર્ષ થઈ ગયા હતા પરંતુ કોર્ટે હવે તેમને છૂટાછેડા આપી દીધા છે. એમ તો દંપતીએ છૂટાછેડા લેવાના જ હતા, પરંતુ હજુ તેઓ તેમના અલગ થવા માટે નાણાકીય કરાર ગોઠવવાની પ્રક્રિયામાં હતા.


21 મિનિટમાં તૂટી ગયા 21 વર્ષના લગ્ન

21 મિનિટમાં તૂટી ગયા 21 વર્ષના લગ્ન

એવામાં 21 મિનિટમાં જ બંનેનાં છૂટાછેડા થઈ ગયા. જ્યારે જજને આ ભૂલ વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે નિર્ણય બદલવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે કોર્ટના નિર્ણયમાં જનતાનો વિશ્વાસ વધુ મહત્ત્વપૂર્ણ છે. કોર્ટના ફેમિલી ડિવિઝનના અધ્યક્ષ સર એન્ડ્રુ મેકફાર્લેને જણાવ્યું કે છૂટાછેડાના અંતિમ આદેશ દ્વારા પૂરી પાડવામાં આવેલી નિશ્ચિતતા અને અંતિમતાને આદર આપવા અને તેના દ્વારા સ્થાપિત યથાસ્થિતિ જાળવી રાખવા માટે આ એક મજબૂત જાહેર નીતિનું હિત છે.


શું કરી હતી ભૂલ કે ..

શું કરી હતી ભૂલ કે ..

વરદાગના કલર્કે કમ્પ્યુટર પરના ડ્રોપ ડાઉન મેનૂમાંથી મિસ્ટર અને મિસિસ વિલિયમ્સના નામ સિલેક્ટ કરી લીધા.બીજી તરફ, વરદાગના પ્રતિનિધિએ જણાવ્યું કે પેઢીના ફર્મના એક વકીલે એક કપલ માટે અંતિમ છૂટાછેડા માટે અરજી કરતી વખતે ઑનલાઇન પોર્ટલ પર ભૂલ કરી દીધી અને એ કપલના છૂટાછેડા થઈ ગયા, જે છૂટાછેડા માટે તૈયાર નહોતું.

વરદાગને બે દિવસ પછી પોતાની ભૂલનો અહેસાસ થયો, પરંતુ જ્યારે તેણે હાઈકોર્ટને છૂટાછેડાના અંતિમ આદેશને રદ કરવા કહ્યું ત્યારે તેને નકારી કાઢવામાં આવ્યો. ફર્મે ભારપૂર્વક કહ્યું કે તેના કર્મચારીએ ભૂલથી ખોટા દંપતીના નામ પર ક્લિક કરી દીધું હતું, પરંતુ જજે કહ્યું કે કોઈને અંતિમ આદેશ આપવા માટે પોર્ટલ પર ઘણી સ્ક્રીનમાંથી પસાર થવું પડે છે તો આવી ભૂલ કેવી રીતે થઈ શકે.


કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો

કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો

આયેશા વરદાગે કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો. વરદાગે કહ્યું, 'રાજ્યએ કોમ્પ્યુટર સંબંધિત ભૂલોના આધારે લોકોને છૂટાછેડા ન આપવા જોઈએ. જ્યારે કોઈ ભૂલ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવે ત્યારે કોર્ટે સમજવું જોઈતું હતું. આનો અર્થ એ થયો કે, અત્યારે આપણો કાયદો કહે છે કે ઓનલાઈન સિસ્ટમમાં થયેલી ભૂલને કારણે તમારા છૂટાછેડા થઈ શકે છે, આ યોગ્ય નથી અને આ ન્યાય નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top