Joshimathની મુશ્કેલીમાં વધારો! ભૂસ્ખલન ઉપરાંત હવે ભૂકંપનું જોખમ, 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Joshimathની મુશ્કેલીમાં વધારો! ભૂસ્ખલન ઉપરાંત હવે ભૂકંપનું જોખમ, 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

01/13/2023 National

SidhiKhabar

SidhiKhabar

Joshimathની મુશ્કેલીમાં વધારો! ભૂસ્ખલન ઉપરાંત હવે ભૂકંપનું જોખમ, 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નેશનલ ડેસ્ક : ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાંથી આફત હટવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે મોડી રાત્રે 2.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર 240 કિમી દૂર હતું. જોકે આંચકો તીવ્ર ન હતો પરંતુ આ આંચકા જોશીમઠની ધસતી જમીનને વધુ નુકસાન પહોંચાડે તેવી આશંકા છે.


ઇમારતો ગંભીર હાલતમાં

ઇમારતો ગંભીર હાલતમાં

જોશીમઠની ભૂમિ ભૂસ્ખલનને કારણે પહેલેથી જ ધસી રહી છે. 760 મકાનોની ઓળખ કરવામાં આવી છે જેમાં આંશિક અથવા ગંભીર તિરાડો પડી છે. આમાંથી ઘણી ઇમારતો ગંભીર હાલતમાં છે જેના કારણે તેને તોડી પાડવી પડી છે. આવી સ્થિતિમાં તાજેતરના ભૂકંપના આંચકા પછી પહેલેથી જ નબળા આ મકાનોને વધુ નુકસાન થવાની આશંકા છે.


જોશીમઠમાં સ્થિતિ ગંભીર

જોશીમઠમાં સ્થિતિ ગંભીર

ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ ગંભીર છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે સેંકડો મકાનોમાં તિરાડો જોવા મળી રહી છે. 100 થી વધુ પરિવારોને તેમના ઘરોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. જોશીમઠમાં અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1.5 લાખની વચગાળાની રાહતની જાહેરાત કરવામાં આવી છે. સીએમ ધામીએ કહ્યું છે કે, બાદમાં બજારના દર પ્રમાણે વળતર આપવામાં આવશે.


હોટલ તોડવાની કામગીરી શરૂ

હોટલ તોડવાની કામગીરી શરૂ

મહત્વનું છે કે, 12 જાન્યુઆરીએ બે હોટલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ વરસાદના કારણે કામ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ખરાબ હવામાનને કારણે એસડીઆરએફની ટીમે જોશીમઠ સ્થિત મલેરી ઇન હોટલના ડિમોલિશનનું કામ અટકાવી દીધું હતું. શુક્રવારે સવારે ફરીથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે જ સ્થાનિક લોકોના વિરોધને કારણે ડિમોલિશનની કામગીરી અટકાવવી પડી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top