મ્યાનમારમાં ભૂકંપે તબાહી મચાવી, મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધી; સેનાએ દુનિયા પાસેથી મદદ માગી

મ્યાનમારમાં ભૂકંપે તબાહી મચાવી, મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધી; સેનાએ દુનિયા પાસેથી મદદ માગી

03/29/2025 World

SidhiKhabar

SidhiKhabar

મ્યાનમારમાં ભૂકંપે તબાહી મચાવી, મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધી; સેનાએ દુનિયા પાસેથી મદદ માગી

Myanmar Earthquake: મનુષ્યો પર કુદરત બરાબરની કોપાયમાન થઇ હોય તેમ ગઈકાલે ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ અને ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ બપોરે 12:.50 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 7.7ની હતી. 12 મિનિટ બાદ, 6.4 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપના કારણે મ્યાનમારમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે.


મ્યાનમારમાં મૃતકોની સંખ્યામાં વધારો

મ્યાનમારમાં મૃતકોની સંખ્યામાં વધારો

મ્યાનમારની જન્ટા (સેના)નાં જણાવ્યા મુજબ, અહીં ભૂકંપની તબાહીના કારણે મૃત્યુઆંક 1000થી વધી ગયો છે, જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 1670 થઇ ગઈ છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. મ્યાનમારની સેનાએ દુનિયાને મદદ કરવા માટે અપીલ કરી છે. દેશના ઘણા વિસ્તારોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. આ સાથે, થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ઘણી ઇમારતો ધરાશાયી થયા બાદ પરિસ્થિતિ ગંભીર છે. થાઇલેન્ડના વડાપ્રધાને બેંગકોકને કટોકટી ક્ષેત્ર જાહેર કર્યું છે, જેથી શક્ય તેટલી વહેલી તકે ત્યાં મદદ પહોંચી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારમાં આ ભૂકંપમાં 694 લોકોના મોત થયા છે, જ્યારે થાઇલેન્ડમાં લગભગ 10 લોકોના મોત થયાના અહેવાલ છે.


ભારતે મ્યાનમારને મોકલી રાહત સામગ્રી

ભારતે મ્યાનમારને મોકલી રાહત સામગ્રી

વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, ભારત દ્વારા મ્યાનમારમાં રાહત અને બચાવ સામગ્રી મોકલવામાં આવી છે. ભારતીય વાયુસેનાનું C-130 વિમાન ધાબળા, તાડપત્રી, સ્વચ્છતા કીટ, સ્લીપિંગ બેગ, સૌર લેમ્પ, ફૂડ પેકેટ અને રસોઈ સેટ લઈને ઉડાન ભરી રહ્યું છે. આ વિમાનમાં રેસ્ક્યૂ અને મેડિકલ ટીમ પણ જઈ રહી છે. અમે આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ અને વધુ મદદ પૂરી પાડવામાં આવશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે ભારત તરફથી સહાયતા અને રાહત સામગ્રીની ઝડપી ડિલિવરી માટે મ્યાનમારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમણે X પર લખ્યું કે, 'અમે ભારતીય સમુદાય સાથે પણ સતત સંપર્કમાં છીએ. જરૂરિયાતમંદ ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી નંબર- 95-95419602.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top