એલન મસ્કની કંપની ન્યુરાલિંક ટૂંક સમયમાં શરૂ કરી શકે છે બ્રેઈન ચિપ ટ્રાયલ, જાણો શું છે તેના ફાયદ

એલન મસ્કની કંપની ન્યુરાલિંક ટૂંક સમયમાં શરૂ કરી શકે છે બ્રેઈન ચિપ ટ્રાયલ, જાણો શું છે તેના ફાયદા

12/02/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

એલન મસ્કની કંપની ન્યુરાલિંક ટૂંક સમયમાં શરૂ કરી શકે છે બ્રેઈન ચિપ ટ્રાયલ, જાણો શું છે તેના ફાયદ

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ઘણી કંપનીઓના માલિક છે, તેમાંથી એક કંપની છે ન્યુરાલિંક. જેની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. આ કંપની ટૂંક સમયમાં જ બ્રેઈન ચિપને મનુષ્યો પર ટ્રાયલ કરવા જઈ રહી છે. મસ્કે આગામી છ મહિનામાં આ કામ કરવાની આશા વ્યક્ત કરી છે. અત્યાર સુધી કંપનીએ પ્રાણીઓ પર તેનું ટ્રાયલ કર્યું છે. કંપનીને હજુ સુધી મનુષ્યો પર ટ્રાયલની પરવાનગી મળી નથી.


વાયરલેસ ચિપ એવી વાતોને પણ જાણી શકશે જે કોઈ વ્યક્તિ ફક્ત તેના મગજમાં જ વિચારી રહ્યો હોય. મસ્કના જણાવ્યા અનુસાર, આ ચિપ ખાસ કરીને વિકલાંગ અને અંધ લોકો માટે બનાવવામાં આવી રહી છે.

આ ઉપકરણનો ઉપયોગ પ્રથમ વખત અંધ લોકોની મદદ કરવા ઉપરાંત તેમની દૃષ્ટિ પાછી મેળવવા માટે કરવામાં આવશે. જેઓ શારીરિક રીતે કશું કરી શકતા નથી. મસ્કના જણાવ્યા અનુસાર જન્મથી અંધ હોવા છતાં પણ આ ઉપકરણની મદદથી આંખોની રોશની પુનઃસ્થાપિત કરવી શક્ય બનશે.


ગયા વર્ષે કંપનીએ વાંદરાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં વાંદરો ન્યુરાલિંક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વીડિયો ગેમ રમતા જોવા મળ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં આવેલા સમાચાર મુજબ આ ચિપના ટ્રાયલ દરમિયાન 15 વાંદરાઓના મોત થયા હતા. એક રિપોર્ટ અનુસાર, 2017 થી 2020 ની વચ્ચે આ ઉપકરણના પરીક્ષણ માટે લાવવામાં આવેલા 23 વાંદરાઓમાંથી, એક ડઝનથી વધુ વાંદરાઓ ચિપ ઇમ્પ્લાન્ટ પછી પરીક્ષણ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જે બાદ આ ઉપકરણને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.


મસ્ક અનુસાર, આ ઉપકરણની મદદથી, શારીરિક રીતે કરવામાં આવેલ કામ ઝડપથી કરી શકાય છે. સાથે જ આ ટેક્નોલોજીને વધુ આધુનિક બનાવવામાં આવશે. જેથી અન્ય ઉપકરણોને પણ તેનાથી નિયંત્રિત કરી શકાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top